<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

આજના સહકાર સંમેલનમાં ખેડુતો અને લાભાર્થીઓ ઉમટી પડશે : ચેતન રામાણી

રાજકોટ તા. ૨૨ : પ્રદેશ ભાજપ અગ્રણી અને ખેડુત નેતા ચેતનભાઇ રામાણીએ રેસકોર્ષ ખાતે આજે યોજાયેલ સહકારીતા સંમેલનને આવકારતા જણાવ્‍યુ છે કે ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહની અધ્‍યક્ષતામાં યોજાયેલ આ સંમેલનમાં સહકારી સંસ્‍થાના ૫૦ હજારથી વધુ લાભાર્થીઓ તેમજ ૫૦ હજારથી વધુ ખેડુતો ઉપસ્‍થિત રહી ‘સહકારથી સમૃધ્‍ધ' યોજનાઓને હર્ષભેર બિરદાવશે.

ભારત સરકાર દ્વારા સહકારથી સમૃધ્‍ધિ અભિયાન અંતર્ગત કેટલીક યોજનાઓના ફાયદા સહકારી સંસ્‍થાઓ થકી ખેડુતોને તેમજ લાભાર્થીઓને મળતા કર્યા છે.

ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી કેન્‍દ્રમાં ૨૦૧૯ પછી ભાજપ સરકાર  આવતા એક ખાસ સહકાર મંત્રાલયની પ્રથમવાર સ્‍થાપના કરવામાં આવી. જેના મંત્રીપદે રાજનીતીના ચાણકય અમિતભાઇ શાહ સેવા આપી રહ્યા છે. ખાતર, બીયારણ, દવાઓ સહીતની સામગ્રી વ્‍યાજબી ભાવે ગુણવતાસભર મળે તે માટે સહકારી સંસ્‍થાઓ સરસ વ્‍યવસ્‍થા ગોઠવી રહી છે. સહકાર મંત્રાલયના આવા કાર્યોને બિરદાવવા જિલ્લાભરના ખેડુતો અને લાભાર્થીઓ આ સંમેલનમાં ઉમટી પડવા થનગની રહ્યા હોવાનું યાદીના અંતમાં ચેતન રામાણીએ જણાવ્‍યુ છે.

(11:34 AM IST)