<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

હળવદ ખાતે કાનની બહેરાશ છે તેવા ૬૦ દર્દીને અંદાજિત એક લાખના હિયરિંગ એડ મશીન

 

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨૨: દેવદયા ચેરિટેબલ ટ્રસ્‍ટ વાંકાનેર અને ડી મોનફોર્ટ યુનિવર્સિટી લંડન અને હળવદ કા રાજા ગણપતિ સમિતિના સંયુક્‍ત ઉપક્રમે હળવદમા આવેલ લોહાણા મહાજન વાળી ખાતે જે લોકોને સાંભળવાની તકલીફ તેવા લોકોને હિયરિંગ એડ મશીન ફ્રીમાં આપવામાં આવ્‍યા હતા આ કાનના એક મસીનની કિંમત અંદાજિત એક લાખ રૂપિયાની છે અને તેવા હળવદના કાનની બહેરાશ છે તેવા ૬૦ જેટલા દર્દી નારાયણને ફ્રીમાં  આપવામાં આવ્‍યા અને આ ફોરેનના ડોક્‍ટરોની ટીમ ખુબ સેવા ભાવનાથી આ કેમ્‍પમાં પોતાની સેવાઓ આપી હતી. આ કેમ્‍પના પ્રારંભે આ તમામ ડોક્‍ટરો એ પ્રાર્થના કરી અને કેમ્‍પ ની શુભ શરૂઆત કરી હતી અને ઇંગ્‍લિશ અને ગુજરાતી ભાષાંતર માટે દુરભાષી તરીકે ઇંગ્‍લિશ ટીચર પ્રકાશભાઈ સોલંકી અને અક્ષયભાઈ ચૌહાણ એ સેવા આપી હતી અને લોહાણા મહાજન વાળીના ટ્રસ્‍ટીઓ એ એસી હોલ નિઃશુલ્‍ક સેવા કાર્ય માટે ઉપયોગમાં આપેલ હતો.

(11:38 AM IST)