હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં જુનાગઢનો અતાઉલ એક દિ'ના રીમાન્ડ ઉપર
રીમાન્ડ દરમિયાન અનિરૂધ્ધસિંહ જાડેજાની પુછતાછ અંગે પોલીસની ચુપકીદી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., રર : રીબડાના અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં પકડાયેલ જુનાગઢના શખ્સને કોર્ટે એક દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.
રૂરલ એલસીબી પીઆઈ. ઓડેદરા ની ટીમે અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં નાસતા ફરતા રાજકોટનાં યુનિવર્સીટી રોડ પરથી જુનાગઢનાં અતાઉલ બદરુદિન મણીયારની તેનાં મિત્રનાં ઘરેથી ધરપકડ કરી તાલુકા પોલીસને સોંપતા તાલુકા પીઆઇ એ.ડી.પરમારે તેને પાંચ દિવસ નાં રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા એક દિવસનાં રિમાન્ડ મંજુર કરાયા હતા.
મુળ ઉત્તરપ્રદેશનાં અને હાલ જુનાગઢ રહેતા અતાઉલાખાને અમીત ખુંટ આપઘાત ઘટનામાં મદદગારી કરી હોવાનો તેના પર આરોપ છે.આ ઘટનામાં અનિરુદ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહ તથા જુનાગઢનાં રહીમ મકરાણી હજુ ફરાર છે. બીજી બાજુ રિમાન્ડ દરમિયાન રીબડાના અનિરુદ્ધસિંહની પુછપરછ અંગે પોલીસ ચુપકીદી સેવી રહી છે. (૪.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
