હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુન્હાખોરી છોડો નહિ તો જાહેરમાં સરઘસ નીકળશેઃ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર
ગોંડલમાં અગાઉ બે કે વધુ ગુન્હામાં સંડોવાયેલા રાજકોટ જીલ્લાના ૪૦૦ જેટલા ગુન્હેગારો સામે મીટીંગ યોજી ચેતવણી અપાઇ : ગાંજો, અફીણ, ચરસ કે ડ્રગ્સ જેવા માલ પદાર્થોની બાતમી આપનાર વ્યકિતઓનું નામ ગુપ્ત રાખી ઇનામ અપાશે

તસ્વીરમાં રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર તથા બીજી તસ્વીરમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્સો બેઠેલા નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)
(હરેશ લોઢીયા દ્વારા) ગોંડલ, તા. રરઃ ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે ત્યારે ગુનેગાર બનતો હોય છે .આવા ગુનેગારોને સુધારવા માટે સરકારશ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોને સુધારવા માટેનો એક અનોખો અભિગમ અપનાવ્યો છે.આ સાથે જ જિલ્લાભરના ગુનેગારોને સુધરી જવા માટે ડકડ ચેતવણી આપી છે. દરેક પોલીસ અધિકારીઓને પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપતા ચકચાર મચી જવા પામી છે.
ગોંડલના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા કુલ ૨૩ જેટલા પોલીસ સ્ટેશનોમાં દારૂ, જુગાર, ચોરી, લૂંટ, મારામારી, પાસા સહિતના ગુનામાં બે કે વધુ ગુનામાં સંડોવાયેલ ગુનેગારો પૈકીના ૮૦૦ માંથી ૪૦૦ જેટલા ગુનેગારોને પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે એક મિટિંગનુ આયોજન કરીને સંબોધન કર્યુ હતુ. આ સાથે જ દારૂ, જુગાર, ચોરી, લૂંટફાટ, મારામારી જેવા ગુનાઓ છોડી દેવા માટેના આદેશો આપ્યા હતા. દારૂ, જુગાર, ચોરી, લૂંટફાટ, મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ મારામારી, સમાજ, પરિવાર અને માનવ તરીકે શરમજનક હોવાનું જણાવ્યુ હતુ. તેમ જ પ્રત્યેક ગુનેગારોને કાયદાકીય, કોર્ટ, કચેરી જેવી કાર્યવાહીમાં રૂપિયા ૨૦ હજારમાં પડતી હોય છે. જ્યારે ઘણા કેસો કોર્ટમા ચાલી જતા આરોપીને સજા થાય ત્યારે ગુનેગારની હાલત ખરાબ થતી હોવાનુ જણાવ્યુ હતું.
ગુનેગારોને સંબોધન કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યુ હતુ કે. જિલ્લાભરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટતો જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને પણ કડક પગલા ભરવાની સૂચના આપી હતી જે ગુનેગારો ગુન્હાખોરી છોડી દેશે તેમને પોલીસ દ્વારા ડીસ્ટબ પણ નહી કરવામાં આવે અને જે ગુનેગારો ગુનાખોરી છોડ્યા વિના વધુ ગુનો કરશે તો તેમની મિલ્કતો સહિતની તપાસ કરીને તેમુ જાહેરમાં સરઘસ કાઢવાનુ પણ જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યુ હતુ. તો બીજી તરફ ગાંજો, ચરસ, અફીણ, ડ્રગ્સ જેવા એનડીપીએસના ગુનામાં લોકોને બાતમી આપવાની અપીલ પણ કરી હતી.બાતમી આપનાર વ્યકિતનુ નામ ગુપ્ત રાખીને ઈનામ આપવાનું પણ વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું. જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ ગુનાઓની સંખ્યામાં ૭૦ ટકા જેટલા ગુનાઓમાં ખેડૂતો હોવાની વિગતો જણાવી હતી.
નવારાત્રીના પર્વને લઈને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૮૦૦ જેટલા શેરી ગરબા અને ૧૧ જેટલા પ્રાઈવેટ ગરબા યોજાઈ રહ્યા છે. તેમાં પણ પોલીસની સી ટીમ સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનુ વધુમા જણાવ્યુ હતુ.
રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પ્રથમ વખત યોજેલા આ કાર્યક્રમને લઈને ઘણા ગુનેગારોએ સુધરી જવાની ખાતરી આપી હતી.તો બીજી તરફ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.(૬.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
