હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
નવરાત્રી એ આપણી સંસ્કળતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતિક : ડો. ભરત બોઘરા
સૌ ભાવિક ભકતોને નવરાત્રીના પાવન પર્વની શુભકામના પાઠવતા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ

રાજકોટ તા. ૨૨ : નવરાત્રીના આ પાવન પર્વ નિમિતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ સૌ ગુજરાતીઓને マદય પુર્વક શુભકામનાઓ પાઠવી જણાવ્યુ છે કે આ નવ દિવસો માં શક્તિની આરાધના, ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ રજુ કરે છે. માં દુર્ગાના આ નવ સ્વરૂપો સુખ,શાંતિ અને સમળદ્ધિ લઈને આવે છે.
તેઓએ જણાવ્યું છે કે , નવરાત્રી એ માત્ર તહેવાર નથી, પરંતુ આપણી સંસ્કળતિ, પરંપરા અને સામાજિક એકતાનું પ્રતિક છે. ગરબા અને દાંડિયા રાસના સંગીતમય માહોલમાં, સૌ કોઈ ભેગા મળીને માં અંબાની આરાધના કરે છે. આ પર્વ આપણને એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આશા છે કે આ પર્વ સૌના જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા લાવશે. માં જગદંબા સૌની મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા અને પ્રગતી આપે તેવી અંતમાં નવરાત્રી પર્વે ડો. ભરત બોઘરાએ શુભેચ્છા પાઠવી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
