<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

નવરાત્રીનો પ્રારંભઃ અનુષ્‍ઠાનઃ રાસ-ગરબાની જામશે રંગત યા દેવી સર્વ ભૂતેષુ શકિત રૂપેણ સંસ્‍થિતા.....નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમસ્‍તસ્‍યૈ નમો નમઃ

રાજકોટ સહિત સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રાચીન- અર્વાચીન રાસગરબાની રમઝટ બોલશેઃ ભાવિકો દ્વારા માતાજીની આરાધના

 

રાજકોટ તા.રરઃ આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. આજથી પ્રાચીન- અર્વાચીન રાસોત્‍સવની રમઝટ બોલશે. ભાવિકો દ્વારા આજથી માતાજીની આરાધના માટે અનુષ્‍ઠાનનો પ્રારંભ થયો છે.

જસદણ

(હુસામુદ્દીન કપાસી- હિતેશ ગોસાઈ દ્વારા) જસદણઃ આધ શક્‍તિ આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આસો નવરાત્રિનો પ્રારંભ સોમવાર રાતથી ભવ્‍ય અને દિવ્‍ય ભક્‍તિમય પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્‍યારે આયોજકોએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. જસદણમાં મોતીચોક, ચિતલીયા કુવારોડ, આટકોટ રોડ, ગઢડિયા રોડ, વીંછિયા રોડ, આદમજી રોડ, પોલારપર રોડ, કોઠીરોડ ગોખલાણારોડ જેવા અનેક પેટા વિસ્‍તારોમાં માતાજીની આરાધના થશે અને ગરબાના તાલે બાળાઓ ગરબે ઘૂમશે નવરાત્રિ પૂર્વે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ ભક્‍તિ અને શક્‍તિના પર્વની જસદણના નાગરિકોને અને ગરબીના આયોજકોને શુભેરછા પાઠવી હતી.

 શાષાીજીના જણાવ્‍યા અનુસાર સોમવારે ઘટસ્‍થાપન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત સવારનું મુહૂર્ત ૬:૩૫ થી ૮:૦૫ બપોરે ૧૨:૧૦ થી ૧૨:૫૦ જયારે સાંજનું મુહૂર્ત ૫:૦૦ લઈ ૭:૪૫ સુધીનું છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના કુંભારવાડા ખાતે આવેલ સેવાકીય સંસ્‍થા તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૨૦ વર્ષની સેવાકીય પ્રકલ્‍પો ચાલુ છે અને દર વર્ષે ભૂલકા ગરબીનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ જાતના ચાર્જ લીધા વગર વિના મૂલ્‍ય ભૂલકાઓને રમાડવામાં આવે છે તેમ જ હિન્‍દુ મુસ્‍લિમ એકતાના પણ દર્શન આ ભુલકા ગરબીમાં જોવા મળી રહ્યા છે.

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભૂલકા ગરબીમાં નાના ભૂલકાઓ આજ સોમવારથી નવ દિવસ સુધી માતાજીના અર્વાચીન રાસ રમશે.

આ સમયે સંસ્‍થાના પ્રમુખ રાજુભાઈ બાલધા એ જણાવેલ કે ધોરાજીના કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ અમારી સંસ્‍થા તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ છેલ્લા ૨૦ વર્ષથી સેવાકીય કાર્ય કરી રહી છે અને ભૂલકા ગરબી કરીને ભૂલકાઓ પાસે એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને એ સિવાય અનેક મેડિકલ કેમ્‍પ સેવાકીય કાર્યો અમારી સંસ્‍થા કરી રહી છે કોરોનાના કપરા સમયમાં ૫૦,૦૦૦ જેટલા એન૯૫ માસ્‍ક વિનામૂલ્‍યે આપવામાં આવ્‍યા હતા તેમજ ઓક્‍સિજનની સેવા પણ અમોએ વિનામૂલ્‍યે આપી હતી આ પ્રકારની અનેક સેવાકીય કાર્ય અમારી સંસ્‍થા કરી રહી છે અને એક પણ ફાળો અમે ઉઘરાવતા નથી આ પ્રકારે અમારે તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટના તમામ યુવાનો ભાઈ બહેનો નવરાત્રીના નવ દિવસ સુધી સેવા આપી રહ્યા છે તેમજ ભૂલકા ગરબીમાં ભાગ લેનાર તમામ બાળકોને દરરોજ સ્‍ટાન્‍ડર્ડ કંપનીની લાણીનો પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે

એડવોકેટ એ.વી બાલધા એ જણાવેલ કે તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ આ વિસ્‍તારમાં અનેક છે સેવાકીય કાર્ય કરી રહી છે પરંતુ કયાંય ફાળો ઉઘરાવતી નથી પરંતુ દિવાળીના સમયમાં રાહત ભાવે ફટાકડા વેચી જે નફો થાય છે તે નફો અમો સેવા કાર્યમાં વાપરીએ છીએ એટલે આ વિસ્‍તારમાં ફટાકડા લેવા ધોરાજીની જનતાને વિનંતી કારણ કે તમારા પૈસાથી જ સેવા કાર્ય થશે.

કાર્યક્રમમાં સફળ બનાવવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્‍ટ ના તમામ ભાઈ બહેનોએ જહેમત નવરાત્રિના નવ દિવસ સુધી ઉઠાવશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડના પ્રસિદ્ધ શક્‍તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્‍સવની સંપૂર્ણ શાષાોક્‍ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયુ છે. નવરાત્રી ઉત્‍સવમાં હજ્‍જારો ભાવિકો માતાજીના દર્શનાથે ઉમટી પડશે.

અહીં આસો સુદ નવરાત્રી ઉત્‍સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે. જેમાં માણેકચોકમાં આવેલ શક્‍તિ થિયેટરમાં સુશોભીત મંડપ શણગારીને નવ રાતના જાપ કરવા, ગરબા, ભવાઈન અંશ સમા સામાજીક, ઐતિહાસિક નાટકો વિગેરે કાર્યક્રમો પરંપરાગત રાખવામાં આવેલ છે. આસો સુદ-૧ને સોમવાર, તા.૨૨ સપ્‍ટેમ્‍બરના સવારે ૯.૩૦ કલાકે માતાજીની ગરબી નીજ મંદિરેથી વાજતે ગાજતે માણેકચોકમાં પધરાવામાં આવશે. જ્‍યારે નવરાત્રી મહોત્‍સવ દરમિયાન ભૂંગળના સુમધુર સુરો, મશાલ સાથે છડી પોકારી  સાયં આરતી દરરોજ રાત્રીના ૭.૫૦ કલાકે ભવ્‍ય અને દિવ્‍ય રીતે થશે જેનો લાભ લેવો એક લ્‍હાવો છે.!

બહુચરાજી મંદિરે નવરાત્રી મહોત્‍સવમાં હજ્‍જારો ભાવિકો સામેલ થતા હોય છે આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાઈ છે. બહુચરાજી મંદિર ટ્રસ્‍ટના આયોજન તળે જુદા જુદા વિભાગોમાં સ્‍વયંસેવકો સેવાકાર્યમાં જોડાઈ નવરાત્રી મહોત્‍સવ સુપેરે પાર પાડે છે. નવરાત્રિ મહોત્‍સવમાં દર્શન પ્રસાદનો લાભ લેવા શ્રી ભંડારિયા બહુચરાજી મંદિર ટ્રસ્‍ટ દ્વારા જાહેર નિમંત્રણ અપાયું છે.

ભંડારિયામાં આ ઉપરાંત શ્રી પ્રગટનાથ બહુચરાજી મંદિર, શ્રી મેલડી માતાજી મંદિર અને શ્રી સોંડાય માતાજી મંદિર દ્વારા પણ નવરાત્રિ ઉત્‍સવ ઉજવણીનું આયોજન પરંપરાગત રીતે કરાયું છે. અને ગામની મુખ્‍ય બજાર તથા ચોકમાં રોશનીનો ઝગમગાટ કરાશે, હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.(૨.૧૧)

જુનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા વેલકમ નવરાત્રી કાર્યક્રમ યોજાયો

બેઠા ગરબામાં ૧પ ટીમો જોડાઇઃ ૧ થી ૩ વિજેતાઓને ઇનામ અપાયા

જુનાગઢ તા. રર :.. શ્રી લોહાણા મહિલા મંડળ - જુનાગઢ દ્વારા નવરાત્રી ના આગમનને વધાવવા વેલકમ નવરાત્રી નું આયોજન  તા. ૧૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫ને  સાંજે શુક્રવારે રેડક્રોસ હોલમાં કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં બેઠાં ગરબા માં ૧૫ ટીમે ભાગ લીધો હતો. ૧, ૨,૩, વિજેતાને ઈનામ આપવામાં આવ્‍યા હતાં.  આ ઈનામ મોવડી મીનાબેન ચગ, અને ભારતીબેન ધીયા તરફથી અપાયા સંસ્‍થા તરફથી દરેક સ્‍પર્ધકને ટોકન ઈનામ અપાયા હતાં.  નિર્ણાયક તરીકે અમીષા બેન માકંડ અને પિયુષ ભાઈદવેએ સેવા આપેલી હતી.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્‍થા ના પ્રમુખ રશ્‍મિબેન વિઠલાણી એ કરેલુ સંસ્‍થાનો પરિચય અને સ્‍વાગત સેક્રેટરી રસીલાબેન સોઢા આપેલો હતો. અને આભાર દર્શન અલ્‍પાબેન ઉનડકટે કયું હતું. કારોબારી સભ્‍યોએ કાર્યક્રમ ને સફળ બનાવેલો. કાર્યક્રમ ને સફળ બનાવવા આર્થિક સહયોગ રાજાણી ચા, વજુભાઈ મસાલા વાળા, સુરભી મસાલા અને ભાગ્‍યોદય મંડપ સર્વિસ તથા મહિલા ક્રાંતિએ સહયોગ આપ્‍યો હતો. (પ-૧૬)

(11:46 AM IST)