હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરમાં સવારે ર ઇંચ વરસાદ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન યથાવત

રાજકોટ, તા., ૨૨ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ભાવનગરમાં ર ઇંચ વરસાદ પડયો હતો.
ભાવનગર
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરમાં આજે નવરાત્રીના પહેલા દિવસે વહેલી સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો.
ગોહિલવાડ પંથકમાં બે દિવસના વરસાદની આગાહી છે.
દરમિયાન આજે સોમવારે વહેલી સવારે ચાર વાગે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને છ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. ભાવનગર શહેરમાં આજે ૪૯ મી.મી. વરસાદ નોંધાતા ભાવનગર શહેરનો સિઝનનો કુલ વરસાદ ૭૦૦ મી.મી. થયો છે.
શહેરમાં વરસાદને કારણે અને હજુ બે દિવસ વરસાદની આગાહી હોય નવરાત્રિના ખેલૈયાઓમાં ચિંતાની લાગણી ફેલાય છે.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન રપ, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૮૭ ટકા, પવનની ગતી પ.પ કિ.મી. રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
