<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કચ્છના સામખિયાળી પાસે રફ્તારનો આતંક: બે ના મોત, જસદણના યુવાનને ઇજા, માતાના મઢ દર્શનેથી વળતા પરીવારનો ચમત્કારિક બચાવ

આઇશર ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા રાહદારી યુવાનને કચડ્યો, પલટી ખાતા ટ્રકથી માંડ માંડ કાર બચી અમદાવાદનો પરિવાર હેમખેમ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : કચ્છનો હાઇવે ફરી એક વખત રક્ત રંજીત બન્યો છે. મોડી રાત્રે રાધનપુર કચ્છ હાઇવે ઉપર સામખિયાળી પાસે બેકાબૂ રફ્તારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. રાધનપુરથી કચ્છ આવી રહેલ આઈશર ટ્રક ઉપર ચાલકે કાબુ ગુમાવતા અચાનક બેકાબુ ટ્રકના કારણે ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો ઉપરાંત એક શ્રમજીવી એમ બે ના મોત નીપજ્યા હતા. ત્રણ વખત પલટી મારેલ ટ્રક આ અકસ્માતમાં ટ્રક ચાલક અને એક શ્રમજીવી વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે અન્ય એક યુવાન શ્રમજીવી હિમેશ રતનશી વાઘેલાને ગંભીર ઈજાઓ થતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઇજાગ્રસ્ત યુવાન રાજકોટના જસદણમાં રહે છે. જ્યારે નજીકથી પસાર થતી કાર સાથે પલટી મારતી વખતે ટ્રક ઘસાઈને નીકળતા કારને ભારે નુકસાન થયું હતું. પણ કારમાં બેઠેલ પરિવારનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. મૂળ અમદવાદનો પરિવાર માતા ના મઢે દર્શન કરી પરત ઘેર અમદાવાદ ફરી રહ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:50 AM IST)