હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જેતપુરના નવાગઢ સ્ટેશને લાંબા અંતરની ટ્રેનના સ્ટોપેજનો કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે પ્રારંભ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૨૨: શહેરના નવાગઢ રેલ્વે સ્ટેશને લાંબા અંતરની ટ્રેઈનો ને સ્ટોપ આપવાની ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનની વર્ષો જૂની માંગણી રેલ્વે એ સ્વીકારી મંજૂરી આપતા નવાગઢ સ્ટેશને થી કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા મામલા અને રમતગમત મંત્રી, ડો. મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા એ લીલી ઝંડી બતાવી, ૭ ટ્રેનોના સ્ટોપ ની શરૂઆત કરાવેલ. જેમાં વેરાવળ-જબલપુર એક્સપ્રેસ, જબલપુર -સોમનાથ એક્સપ્રેસ, ઓખા-વેરાવળ એક્સપ્રેસ, ઈન્દોર-વેરાવળ એક્સપ્રેસ (સાપ્તાહિક) વેરાવળ-ઈન્દોર એક્સપ્રેસ (સાપ્તાહિક) તેમજ જેતપુર સ્ટેશન ખાતે બનારસ-વેરાવળ એક્સપ્રેસ, વેરાવળ -બનારસ એક્સપ્રેસ, બાન્દ્રા (ટર્મિ.)-વેરાવળ, વેરાવળ-બાન્દ્રા (ટર્મિ.) એક્સપ્રેસ ભાવનગર-પોરબંદર નો સમાવેશ કરાયો છે. નો સમાવેશ કરાયો છે આ પ્રસંગે
પાલિકા પ્રમુખ મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા, જયંતીભાઈ રામોલિયા, ભાવનગર ડિવિઝનના અપર રેલ પ્રબંધક હિમાંશુ શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
