<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સરધારના હરિપરના ખેડૂત માવજીભાઇ પોકળનું વાહન અકસ્‍માતમાં મોત

ટુવ્‍હીલર હંકારી સરધારથી ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે બનાવઃ કોઇ વાહને ઠોકર મારી કે સ્‍લીપ થયા? તે અંગે તપાસ

રાજકોટ તા. ૨૨: સરધારના હરિપર નજીક વાહન અકસ્‍માતમાં ઇજા થતાં હરિપર ગામના ખેડુતનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે. જાણવા મળ્‍યા મુજબ હરિપર રહેતાં માવજીભાઇ બચુભાઇ પોકળ (ઉ.વ.૬૦) ગત ૧૯ના સવારે નવેક વાગ્‍યે એક્‍સેસ ટુવ્‍હીલર હંકારી સરધાર કામ માટે ગયા હતાં. ત્‍યાંથી પરત હરિપર ઘરે આવી રહ્યા હતાં ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માતમાં ઇજા થતાં  પ્રથમ સ્‍વામિનારાયણ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું આજે વહેલી સવારે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્‍યુ પામનાર માવજીભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ત્રણ બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે આજીડેમ પલીસને જાણ કરી હતી.

(12:17 PM IST)