<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

કમળાપુરના કરમણભાઇ ગરચરનું ખારચીયા પાસે ટ્રકની ઠોકરે મોત

દોરાની ફેક્‍ટરીમાંથી નોકરી પુરી કરી ઘરે જવા રસ્‍તો ઓળંગતા હતા ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૨: જસદણના કમળાપુરના પ્રોૈઢનું આટકોટના જામખારચીયા પાસે રસ્‍તો ઓળંગતી વખતે ટ્રકની ઠોકરે ચડી જતાં મોત થયું છે. તેઓ નોકરી પુરી કરી ઘરે જવા માટે સામે ઉભેલી ઇકો કારમાં બેસવા જવા રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કમળાપુર રહેતાં કરમણભાઇ શાર્દુલભાઇ ગરચર (ઉ.વ.૫૦) ગત સાંજે જામ ખારચીયા પાસે રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે ટ્રકની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થઇ હતી. ટ્રક મુકી ચાલક ભાગી ગયો હતો. કરમણભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થયું હતું.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં આટકોટ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર કરમણભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં વચેટ તથા અપરિણીત હતાં. ખારચીયા દોરાની ફેક્‍ટરીમાં તેઓ નોકરી કરતાં હતાં. સાંજે નોકરીમાંથી છુટી ઘરે જવા સામેના રસ્‍તે ઉભેલી ઇકો કારમાં બેસવા રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો. આ બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(2:32 PM IST)