<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ખેત મજૂરે પ્‍લાસ્‍ટીકની દવાની શીશી ગુદ્દામાર્ગમાં ફસાવી દેતાં હાલત બગડી

ભુજના કોટડા ચક્કર ગામની ચકચાર જગાવતી ઘટના : ખેતર માલિકને કહ્યું-ઢાંકણું ગળી જતાં પેટમાં દુઃખે છે, તે દવાખાને લઇ ગયા પછી કહ્યું-શીશી ફસાઇ ગઇ છેઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટતા. ૨૨: ભુજના કોટડા ચક્કર ગામે રહી ખેત મજૂરી કરતાં મુળ દાહોદના એક મજૂરે ન કરવાનું કરતાં હાલત બગડી ગઇ હતી. આ યુવાને ખેતરમાં છાંટવાની દવાની પ્‍લાસ્‍ટીકની નાનકડી શીશી કોઇપણ રીતે પોતાના ગુદ્દા માર્ગમાં ફસાવી દેતાં હાલત બગડી ગઇ હતી.

એક દિવસ દુઃખાવો સહન કર્યા બાદ ખેતર માલિકને પોતાને પેટમાં દુઃખે છે, પ્‍લાસ્‍ટકની બોટલનું ઢાંકણું ગળી ગયો છે તેમ કહેતાં શેઠ તેને દવાખાને લઇ ગયા હતાં. ત્‍યારે તેણે સાચી વાત કરી હતી કે શીશી બેઠકના ભાગે ફસાઇ ગઇ છે. વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો છે.

જાણવા મળ્‍યા મુજબ કોટડા ચક્કર ગામે દાહોદનો ૪૨ વર્ષનો મજૂર પત્‍નિ એ ત્રણ સંતાન સાથે ખેતરમાં રહી મજૂરી કરે છે. ગઇકાલે તેણે ખેતરના માલિકને વાત કરી હતી કે મને પેટમાં બહુ દુઃખે છે, મારાથી પ્‍લાસ્‍ટીકની બોટલનું ઢાંકણું ગળી જવાયું છે. આથી શેઠ તેને તત્‍કાળ સ્‍થાનીક દવાખાને લઇ ગયા હતાં. પરંતુ ત્‍યા તેણે તબિબ સમક્ષ ગુદ્દા માર્ગે બહુ દુઃખાવો થતો હોવાનું કહેતાં તબિબે પૃછા કરતાં સાચી હકિકત જણાવી હતી કે ૨૦મીએ પોતે બપોરે વાડીના રૂમમાં હતો ત્‍યારે તેનાથી પ્‍લાસ્‍ટીકની નાની ખાલી બોટલ ગુદ્દા માર્ગમાં ફસાઇ ગઇ છે.

આથી ડોક્‍ટર પણ ચોંકી ગયા હતાં. શીશી નીકળી શકે તેમ ન હોઇ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

અહિ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભુજ પડધર પોલીસને જાણ કરી હતી. સિવિલ હોસ્‍પિટલના તબિબોએ ઓપરેશન કરી તેને પીડા મુક્‍ત કરવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવે ભુજ પંથકમાં ચકચાર જગાવી છે.

(12:20 PM IST)