હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરેન્દ્રનગર જીલ્લામાં ર અકસ્માતમાં ૪ના મોતઃ ૧૨ને ઇજા
ચોટીલા જતા પદયાત્રીકોને હડફેટે લેતા ર ના મૃત્યુઃ પીકઅપ વાનને ડમ્પરે હડફેટે લેતા મહિલા અને બાળકનું મોત થતા અરેરાટી

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રરઃ સુરેન્દ્રનગરમાંથી પસાર થતો હાઇવે રવિવારે રક્તરંજિત બન્યો હતો. બે બનાવમાં ચાર લોકોના મળત્યુ અને ૧૨ લોકો ઘાયલ થયા હતા. સાયલા નજીક રાત્રે બે વાગ્યા આસપાસ ધોળકા તેમજ તારાપુર તરફથી ચોટીલા મંદિરે પગપાળા ચાલીને જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને અજાણ્યા વાહને ઠોકર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાયલાની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાંથી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જ્યાં બંનેના સારવાર દમિયાન મળત્યુ થયા હતા.
બીજા બનાવમાં સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે સાંજના પાંચ વાગ્યેની આસપાસ દાહોદથી ખેત મજૂરી માટે આવતા લોકો અને બાળકો ભરેલા પીકઅપ વાનને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો ઇજાગ્રસ્તોની મદદે દોડી જઈ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવાતની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે એક બાળક નું સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મળત્યુ થયું હતું. જ્યારે અન્ય ૧૨ વ્યક્તિને નાની-મોટી ઇજા થવામાં પામી છે.
અકસ્માત સમયે પુરતો સ્ટાફ ન હોવાથી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો પણ બનાવ બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત તેમજ મળતકો તમામ લોકો દાહોદના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું હતું.
અકસ્માતને પગલે લીંબડી-રાજકોટ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી અને મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોલીસે અકસ્માતના કારણો શોધવા માટે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
