<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

બરડા ડુંગરમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

 

ખંભાળીયાઃ બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્‍બિંગનું આયોજન કરવામાં આવેલ હોય  દરમ્‍યાન  હકીકતના આધારે  ધામણીનેશથી દક્ષીણ દિશા બાજુ આશરે ૫૦૦ મીટર દુર આવેલ પાણીની ઝરની નજીક બાવળની કાંટાળી ઝાળીમાં દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૧૬૦૦/- કિ.રૂા- ૪૦,૦૦૦/- તેમજ પીતળની બે નળી કી.રૂ.૭૦૦૦/- તેમજ દેશી પીવાનો દારૂ જોતા લીટર ૫૦ જેટલો હોય જેની કી.રૂ.૧૦૦૦૦/- નો ગણી કુલ મુદામાલ કી.રૂ.૫૭૦૦૦/-નો મુદામાલ મળી આવેલ હોયફરારી આરોપી - બધાભાઇ લખમણભાઇ કોડીયાતર રહે ધામણીનેશ તા.ભાણવડ  સામે કાર્યવાહી હાથધરી છે. આ કામગીરી કરનાર ટીમ ભાણવડ પો.સ્‍ટે. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર  કે.બી.રાજવી તથા પો.સબ.ઇન્‍સ.  પી.જે.ખાંટ તથા એ.એસ.આઇ. ગીરીશભાઈ ગોજીયા તથા કેશુરભાઇ ભાટીયા તથા પો.હેડ કોન્‍સ જેશાભાઈ બેરા તથા મિલનભાઈ ભંભાણા તથા જીતુભાઇ જામ તથા વિપુલભાઈ મોરી તથા કિશોરસીંહ જાડેજા તથા વેજાણંદભાઇ બેરા તથા મેરામણભાઇ કનારા તથા પો.કોન્‍સ. અજયભાઈ ભારવાડીયા તથા લાલાભાઇ ખાટલીયા તથા જનકભાઈ કરમુર વિગેરે  કરેલ

(1:28 PM IST)