<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સ્‍વદેશી વસ્‍તુઓ ખરીદીને સહકારથી સમળદ્ધિના સંકલ્‍પને સાકાર કરીએ ભૂપેન્‍દ્રભાઈ પટેલ

અમરેલી જિલ્લાની સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભાના સહકાર થી સમળદ્ધિ પરિસંવાદમાં સહભાગી બનતાં જિલ્લાની સહકારી સંસ્‍થાઓના સભાસદો મોટી સંખ્‍યામાં જોડાયા સહકારી ક્ષેત્રમાં દીર્ધકાલીન સેવા આપનાર વડીલોનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન નરેન્‍દ્રભાઈ મોદીની આત્‍મનિર્ભર ભારતની નેમમાં ગરીબ, ગામડું, ખેડૂત અને મહિલાનો ઉત્‍કર્ષ કેન્‍દ્ર સ્‍થાને, સહકારી ક્ષેત્રની પણ મહત્‍વની ભૂમિકાઃ ભારતીય રાષ્‍ટ્રીય મહાસંઘ - ઇફ્‌કોના અધ્‍યક્ષ દિલીપભાઈ સંઘાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૨૨: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અમરેલી ખાતે ધારી રોડ પર અમર ડેરીના સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા અને કળષિ અને ગ્રામ વિકાસ પરિષદના સહકારથી સમળદ્ધિ પરિસંવાદમાં સહભાગી બન્‍યાં હતાં. જેમાં અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક, અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. -અમર ડેરી, અમરેલી જિલ્લા સહકારી સંઘ, અમરેલી જિલ્લા સરકારી ખરીદ વેચાણ સંઘ લી. સહિતની સહકારી સંસ્‍થાઓ જોડાઈ હતી.

આ તકે મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલે જિલ્લાની સહકારી સંસ્‍થાઓને વાર્ષિક સાધારણ સભાની સહકારથી સમળઘ્‍ઘિને સાકાર કરતો અવસર કહેતા જણાવ્‍યું હતું કે, સ્‍વતંત્ર સંગ્રામમાં ગુજરાતના બે પનોતા પુત્ર પુજ્‍ય મહાત્‍મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સ્‍વતંત્રતાની ચળવળે સહકારી પ્રવળતિને વેગ આપવાનું કાર્ય કર્યું છે. ગાંધીજીએ ગ્રામ સ્‍વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એકજૂટ કરીને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીના આંદોલનને નવી દીશા આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સહકારીતાની આપણી મુળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવું કલેવર આપવાની દિશા આપી છે. તેઓનો આગેવાનીમાં દેશમાં આઝાદીના દસકા બાદ અલાયદું સહકારી મંત્રાલય શરૂ થયું. સૌને સાથે લઈને વિકાસના પથ પર આગળ વઘવાની કટિબધ્‍ધતાથી સહાકર ક્ષેત્રને નવી દિશા અને ઊર્જા મળી છે. આજે ગુજરાતની સહાકરી સંસ્‍થાઓ અન્‍ય રાજ્‍યો માટે ઉદાહરણરૂપ બની છે. ત્‍યારે અમરેલી સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સહાકરી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્‍યા છે તેનું ઉત્‍કળષ્ટ દ્રષ્ટાંત આ કાર્યક્રમને કહી શકાય.

મુખ્‍યમંત્રીશ્રીએ સહકારી ક્ષેત્રે  દિલીપભાઈ સંઘાણીએ કરેલી અસરકારક કામગીરીને બિરદાવતા જણાવ્‍યું હતું કે, સહકારી સંસ્‍થાઓ જનકલ્‍યાણ અને જનસેવાના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. અમરેલી જિલ્લા મધ્‍ય સહકારી બેંક વિશ્વાસનું પ્રતિક બન્‍યું છે. બેંકે ખેડૂતોની ચિંતાની કરીને સૌ પ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્‍માત વીમા યોજના શરૂ કરી હતી. વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી અટલ પેન્‍શન યોજનામાં  જિલ્લા સહકારી બેંકે છેલ્લાં ૩ વર્ષથી રાષ્‍ટ્રીય એવોર્ડ મેળવ્‍યા છે, જે ગર્વની વાત છે. નોંધનીય છે કે, જિલ્લા દૂધ ઉત્‍પાદન સહકારી સંઘ અમર ડેરી ચલાવીને પશુપાલકોના કલ્‍યાણ માટે કાર્ય કરી રહી છે જેના થકી આજે ૩૫ હજારથી વઘુ લોકોને રોજગારી મળી રહી છે. ગુજરાત મહિલા ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી મહિલાઓને લોન આપીને આત્‍મનિર્ભર બનાવી રહી છે, જે વડાઙ્ઘધાનશ્રીનાસ્ત્રી સશ્‍કિતકરણના વિચારને સાર્થક કરી રહી છે.

અમર ડેરીના ચેરમેન  અશ્વિનભાઈ સાવલિયાએ શાબ્‍દિક સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્લાની સહકારી ક્ષેત્રે હંમેશા આગવી દ્રષ્ટિ રહી છે, વડાઙ્ઘધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા, ત્‍યારે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ડેરી ક્ષેત્રના વિકાસમાં રહેલા અવરોધોને દૂર કરીને સૌરાષ્‍ટ્રને શ્વેત ક્રાંતિ તરફ અગ્રેસર બનાવ્‍યું હતું. તેમણે પશુપાલન ક્ષેત્રે  ટેકનોલોજી અને નવીન બદલાવ દ્વારા દૂધ ઉત્‍પાદન વધારવા માટેની ભૂમિકા પણ આપી હતી.

આ પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૨ લાખ, અને ગ્રામીણ ગ્રુપ આકસ્‍મિક વીમા યોજનાના લાભાર્થીને રૂ. ૩ લાખનો ચેક વિતરણ ઉપરાંત રાંદલ દડવા સેવા સહકારી મંડળીને માઈક્રો એ.ટી.એમ.નું વિતરણ કર્યું હતું.

આ વેળાએ મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ગુજરાત ખેત બજાર નિયંત્રણ ચેરમેન બનવા માટે જીગ્નેશ પટેલ, ઇન્‍ટરનેશનલ કો ઓપરેટીવ  એલાઇન્‍સના યુથ કમિટીના ચેરમેન તરીકે ચૂંટવા બદલ હર્ષ મુકેશભાઈ સંઘાણી ઉપરાંત રાષ્‍ટ્રીય કક્ષાએ માત્ર એક જ સહકારી યુનિવર્સિટી હોય તેવા બેન્‍કિંગ વિભાગના તજજ્ઞ તરીકે જેમની નિમણૂક થઈ છે, તેવા શ્રી અશોકભાઈ ગોંડલીયાનું વિશેષણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તે જ ઉપક્રમમાં લાંબા સમયથી સહકારી ક્ષેત્રમાં યોગદાન આપતા વડીલશ્રીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વેળાએ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે સહકારી સંસ્‍થાઓની સાધારણ સભામાં ઉપસ્‍થિત થયા પૂર્વે  વળક્ષારોપણ કરીને સભાસદોને છોડનું વિતરણ કર્યું હતું

આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્‍ય અને નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલા, હીરાભાઈ સોલંકી, જે.વી.  કાકડીયા, જનકભાઈ તળાવીયા, અમુલના વાઇસ ચેરમેન ગોરધનભાઈ પાનેલીયા, ઇફકોના માર્કેટિંગ ડિરેક્‍ટર યોગેન્‍દ્ર કુમાર, અગ્રણી અતુલભાઇ કાનાણી, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, સહકાર ક્ષેત્રના અગ્રણી ભાવનાબેન ગોંડલીયા, મનીષભાઈ સંઘાણી, અરૂણભાઇ પટેલ, અલ્‍પાબેન રામાણી, હરજીભાઈ નારોલા સહિતના મહાનુભાવો ઉપરાંત સહકારી સંસ્‍થાઓના સભાસદો, ખેડૂતો- પશુપાલકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:05 PM IST)