<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

પોરબંદર જેટી ઉપર જામનગરના વહાણમાં ભીષણ આગઃ કરોડોનું નુકસાન

આગને કાબુ લેવા વહાણને મધદરિયે લઇ જવાયું: વહાણના તમામ ૧૪ ખલાસીઓને બચાવઃ આગના કારણ અંગે તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રરઃ બારમાસી જેટી ઉપર લાંગરેલા જામનગરથી માલ ભરવા આવેલ વહાણમાં આજે વહેલીસવારે કોઇ કારણથી ભીષણ આગ લાગી ગઇ હતી.

આ વહાણના તમામ ૧૪ ખલાસીઓ સમયસર જાગી જતાં જેટી ઉપર કુદી જતા તમામ ૧૪ ખલાસીઓનો બચાવ થયો છે.

જામનગરથી હરીદર્શન નામનું વહાણ પોરબંદર બારમાસી જેટી ઉપર ચોખા અને ખાંડ ભરવા આવ્‍યું હતું. આ વહાણમાં આજે વ્‍હેલી સવારે કોઇ કારણથી આગ ભભૂકી ઉઠતા વહાણના ખલાસીઓમાં નાસ ભાગ મચી ગઇ હતી. વહાણના તમામ ૧૪ ખલાસીઓ વહાણમાંથી જેટી ઉપર કુદી જતા બચાવ થયો છે.

જામનગરના વહાણમાં આગથી આશરે ૬ થી ૧૦ કરોડનું નુકશાન થયાનો અંદાજ છે. વહાણમાં આગ લાગ્‍યા બાદ આગને કાબુમાં લેવા વહાણને મધદરીયે લઇ જઇને ફાયર ફાઇટરોએ હાઇફેન્‍ટ સિસ્‍ટમથી આગને કાબુમાં લીધી હતી. આ વહાણ ૯પ૦ ટન ચોખા અને ૭૮ ટન ખાંડ ભરીને આ વહાણ સોમાલીયા જવાનું હતું. પરંતુ અકસ્‍માતે આગ લાગી ગઇ હતી

(2:25 PM IST)