હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેટી ગામન જીક રાજકોટ-અમદાવાદ હાઇવે પરની હોટલ પાસે બનાવ બેટીના વૃધ્ધ નાથાભાઇ ડાંગર પર ગામના ત્રણ શખ્સો ધોકા-પાઇપથી તૂટી પડયા
અગાઉ અજય કોળી ગામના પ્રવિણ મકવાણાનું ડમ્પર હાંકતો હોઇ તે હવે નાથાભાઇના દિકરાનું ડમ્પર હંકારવા માંડતા મનદુઃખ રાખી હુમલોઃ ખૂનની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૨૨: કુવાડવાથી આગળ આવેલા બેટી રામપરા ગામમાં રહેતાં વૃધ્ધ પર રાજકોટ-અમદાવાદ હાઇવેની હોટલ પાસે તેના જ ગામના ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી માર મારી માથે જતાં જો પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાંખશું તેવી ધમકી આપતાં સારવાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં એરપોર્ટ રોડ પોલીસે બેટી રામપરા ગામમાં રહેતાં નાથાભાઇ હમીરભાઇ ડાંગર (ઉ.વ.૬૫) નામના વૃધ્ધની ફરિયાદ પરથી બેટી ગામના પ્રવિણ રામભાઇ મકવાણા, ટીનાભાઇ રામભાઇ મકવાણા અને કાના રાજુભાઇ મારૂ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
નાથાભાઇ ડાંગર-આહિર પરિવાર સાથે રહે છે અને નિવૃત જીવન જીવે છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ અમારા ગામના પ્રવિણ મકવાણાના ડ્રાઇવર તરીકે અજય કોળી નોકરી કરતો હતો. હવે તેણે ત્યાંની નોકરી મુકી દીધી છે અને મારા દિકરા વિપુલના ડમ્પરમાં આ અજય ડ્રાઇવર તરીકે નોકરી કરવા આવે છે. આ કારણે પ્રવિણ મકવાણાને ગમ્યું ન હોઇ મનદુઃખ ચાલતું હતું. મારા દિકરાએ અજયને ડ્રાઇવર તરીકે રાખતાં તેને અને પ્રવિણને ડ્રાઇવરના પૈસાની લેતીદેતી મામલે પ્રશ્ન ઉભો થયો હતો.
દરમિયાન દિકરાએ મને જાણ કરી હતી કે પ્રવિણ મકવાણા બૂટ ભવાની હોટલ ખાતે આવ્યો છે અને મારી સાથે માથાકુટ કરે છે. આથી હું મારું બાઇક લઇ રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલી બૂટ ભવાની હોટલ ખાતે પ્રવિણને સમજાવવા જતાં તેણે મારી સાથે બોલાચાલી કરીહ તી. પ્રવિણની સાથે ટીનાભાઇ, તેનો ભાગીદાર કાના મારૂ પણ હતાં. આ ત્રણેયએ લોખંડના પાઇપ અને ધોકાથી મારા પર હુમલો કરી આડેધડ માર મારતાં હું પડી ગયો હતો. આ વખતે મારા શર્ટના ખિસ્સામાંથી રૂા. ૨૫ હજાર પણ પડી ગયા હતાં. આ રૂપિયા આ ત્રણેયએ લઇ લીધાની મને શંકા છે. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં પ્રવિણે મને ધમકી આપી હતી કે જોઇ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ. આ પછી ત્રણેય વાદળી રંગની કારમાં બેસી ભાગી ગયા હતાં. મેં મારા દિકરાને ફોન કરતાં તે આવી ગયેલ અને તેણે ૧૧૨માં ફોન કર્યો હતો. અમે એરપોર્ટ પોલીસ સ્ટેશને ગયા હતાં. પણ મને શરીરે દુઃખાવો થતો હોઇ કુવાડવા ખાનગી હોસ્પિટલમાં જતાં સારવાર લઇ વધુ સારવાર માટે રાજકોટ જવાનું કહેવાયું હતું. અહિ હું એઇમ્સમાં દાખલ થતાં રિપોર્ટ થતાં પગમાં સાથળના ભાગે અને કમરમાં તથા કોણીમાં ઇજાઓ થઇ હોઇ સારવાર બાદ રજા અપાતાં પોલીસ ફરિયાખદ કરી હતી. તેમ વધુમાં નાથાભાઇ ડાંગરે કહેતાં પીએસઆઇ કે. એસ. મિશ્રાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
