<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

દ્વારકા-ઓખા મઢીના બરડીયામાં ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્‍યુ

નેશનલ હાઇ-વે ઉપર ૩ હજાર ચો.મી.થી વધુ જગ્‍યા ખુલ્લી કરાવતુ તંત્ર

 

(આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા મઢી બરાડીયા ખાતે નેશનલ હાઇવે પર આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો સામે તંત્ર દ્વારા આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહીદરમ્‍યાન તંત્રનું બુલડોઝર ફરી વળ્‍યું હતું. અને લગભગ ૩૦૦૦ ચો.મી. થી વધુ જગ્‍યા ખાલી કરવામાં આવી હતી.

કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઇ રહે તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો.

(3:21 PM IST)