<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ગાંધીધામ : ૨૪.૬૪ લાખનો દારૂ ઝડપાયો

કચ્‍છ એલસીબી ટીમનો સપાટોઃ વિશાલ ધરમશીભાઇ મ્‍યાત્રા અને મુકેશ ખીમજીભાઇ હુંબલ સહિત ૪ની શોધખોળઃ રૂા. ૫૯.૬૪ લાખનો મુદામાલ જપ્‍ત

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૨: કચ્‍છ-ગાંધીધામ એલસીબી ટીમે ગાંધીધામ ના મીઠાના અગર પાસેથી રૂા.૨૪.૬૪ લાખનો દારૂ જપ્‍ત કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક  ચીરાગ ડોરડીયા સરહદી રેન્‍જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્‍છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવળતિ નેસ્‍ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હતી.

 જેથી પોલીસ ઈન્‍સપેક્‍ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી.નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી ની ટીમ ગાંધીધામ બી ડીવી, પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતી દ૨મ્‍યાન બાતમી હડીકત મળેલ કે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલ આસ્‍થા સોલ્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીઝ કંપની પાછળ થોડે દુર આવેલ મીઠાના અગરો પાસે ખુલ્લી જગ્‍યામાં વિશાલ ધરમશીભાઈ મિયાત્રા ૨હે. ગળપાદર ગાંધીધામ તથા મુકેશ ખીમજીભાઈ હુંબલ ૨હે. પડાણા તા.ગાંધીધામ વાળાઓ તેઓના માણસો સાથે મળી ટેન્‍કરમાં ભારતીય બનાવાનો વિદેશી દારૂનો જથ્‍થો મંગાવેલ છે અને તેનુ કટીંગ ક૨ી રહેલ છે. જેથી એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્‍યાએ રેઈડ કરી રૂા. ૫૯.૬૪ લાખનો  મુદ્દામાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.

 પોલીસ વિશાલ ધરમશીભાઈ મિયાત્રા રહે. ગળપાદર, મુકેશ ખીમજીભાઈ ઠુંબલ રહે. પડાણા તા.ગાંધીધામ ટેન્‍કરના રજીસ્‍ટ્રેશન નંબર જીજે-૧૨ એફબીઅ૫૧૯ વાળાના ચાલક/માલીક  સ્‍કોર્પીયો કારના રજી.નં.જીજ-૧૨ એફબી-૫૧૯૦ વાળાના ચાલકની શોધખોળ હાથધરી છે .   આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચમાં પોલીસ ઇન્‍સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્‍સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે

(4:09 PM IST)