હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
ખંભાળિયા પંથકમાં નવરાત્રીના પ્રથમ દિવસે એક ઇંચ વરસાદ ખાબક્યો : વરસાદી માહોલથી ખેલૈયાઓમાં ચિંતા:જુઓ વિડીયો
ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી

દેવભૂમિદ્વારકાના ખંભાળિયા પંથકમાં પહેલા જ નોરતે 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો . ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. ખંભાળિયા શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખંભાળિયા વરસાદ થતા રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે.ખેડૂતોનો મગફળી કપાસ સહિતનો પાક સુકાઈ રહ્યો હતો અને પિયત આપવાના સમયે વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોના પાકને નવું જીવતદાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે. નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદી માહોલથી ખેલૈયાઓમાં ચિંતા વધી છે .
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
