<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ભાણવડમાં થઈ રહ્યાં છે ભેદી ભૂગર્ભ ઘડાકા: જમીનમાં 2થી 3 કિલોમીટર ઊંડાણે હલનચલનની સંભાવના

મામલતદાર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથે મળીને સિસ્મોલોજી ટીમે સર્વે હાથ ધર્યો: સિંચાઈ વિભાગની ઓફિસ અને વર્તુ-2 ડેમ પાસે ભૂકંપ માપક યંત્રો લગાવ્યા

દેવભૂમિદ્વારકાના ભાણવડમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક થતાં ભેદી ધડાકાઓને લઈ લોકોમાં ભય અને મૂંઝવણ અનુભવાઈ છે. ઘટના અંગે ગંભીરતાપૂર્વક પગલાં લેતાં ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની એક ટીમ ભાણવડ પહોંચી છે.મામલતદાર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથે મળીને સિસ્મોલોજી ટીમે સર્વે હાથ ધર્યો છે. ભૂકંપના નિરીક્ષણ માટે સિંચાઈ વિભાગની ઓફિસ અને વર્તુ-2 ડેમ પાસે ભૂકંપ માપક યંત્રો લગાવ્યા છે. પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે, જમીનના અંદાજે 2થી 3 કિલોમીટર ઊંડાણે હલનચલન થઈ રહી હોવાને કારણે ધડાકા જેવો અવાજ સંભળાઈ રહ્યો છે. ભેદી ધડાકાને લઈ અધિકારીઓએ લોકોને ભયભીત ના થવાની અને શાંતિ જાળવવા અપીલ કરી છે.

(7:06 PM IST)