<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ : ફરી પાછા ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા: ખેડૂતોને મોટું નુકશાન : જૂઓ વિડીયો

નેસવડ ચોકડી એ ગોઠણડૂબ પાણી ભરાયાં: નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખૈલયાઓ નિરાશ

મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ ધોધમાર દોઢ ઈંચ જેવો એકાદ કલાકમાં વરસાદ વરસી ગયો આજે ફરી પાછા ખેડૂતોના મગફળીના પાથરા પલળી ગયા ખેડૂતોને ખુબ જ મોટાપ્રમાણમાં નુકશાન થયું છે નેસવડ ચોકડીએ ગોઠણડૂબ પાણી ભરાયાં છે  નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ વરસતા ખૈલયાઓ નિરાશ જોવા મળ્યા હતા  (રહીમ વસાયા મહુવા)

(10:25 PM IST)