<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

પોરબંદર જેટી પર હરિદર્શન વહાણમાં સવારે આગ લાગ્યા બાદ સાંજે ફરી આગ ભભૂકી :ત્રણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ

વહાણમાં આગ લાગતા 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરેલી હતી, વહાણમાં 3000 લીટર જેટલું ડીઝલ હતું

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : આજે વહેલી સવારે પોરબંદર જેટી ઉપર હરિદર્શન નામના વહાણમાં આગ લાગતા 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરેલી હતી, વહાણમાં અચાનક આગ લાગ્યા બાદ દરિયામાં અધવચ્ચે વાહનને લેવામાં આવેલ જેમાં 15 જેટલા કૃ મેમ્બરનો બચાવ થયેલો, વહાણમાં 3000 લીટર જેટલું ડીઝલ અને ત્રણ એલપીજી ગેસ સિલિન્ડર હોવાનું બહાર આવ્યું છે , સાંજે વહાણમાં ફરી વિકરાળ આગ લાગી હતી, ત્યારબાદ ત્રણ ગેસ સિલિન્ડરના બ્લાસ્ટ થયા હતા 


 

(10:56 PM IST)