હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
મોરબીના રવાપરમાં છઠ્ઠા માળેથી પડી જતા યુવતીનું મોત.
22 વર્ષીય યુવતી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી : પોલીસે બનાવ અંગેની નોંધ કરી તપાસ હાથ ધરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રવાપરમાં એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પડી જતા એક યુવતીનું મોત થયું છે. પોલીસે હાલ અકસ્માતે પડી જતા મોત થયાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપરમાં શ્રીજી પેલેસના બ્લોક નંબર 601માં રહેતા ચાર્મી ધર્મેશભાઈ કાલાવડિયાની ઉ.વ.22નું છઠ્ઠા માળેથી નીચે પડી જવાથી મૃત્યુ થયું છે. ચાર્મી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી. બનાવ બાદ પોલીસ ટીમે મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. તપાસ કરી રહેલા વિપુલ ફુલતરિયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત લાગી રહી છે. જોકે, પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
