હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 22nd September 2025
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા આવાસના બાંધકામ માટે નોંધણી કેમ્પનું આયોજન.
BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટકના લાભાર્થીઓ માટે કાલે મંગળવાર તેમજ બુધવારે બે દિવસ કેમ્પ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ર.0 (શહેરી) અંતર્ગત BLC (બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન) ઘટકના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વાર્ષિક રૂ. ૩.00 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો નવા આવાસના બાંધકામ માટે નોંધણી કરાવી શકશે.
આ કેમ્પ તા. ૨૩/૦૯/૨૦૨૫ને મંગળવારના રોજ શક્તિમાંનું મંદિર, શકત શનાળા, મોરબી ખાતે સવારે 10:30 થી સાંજે 04:00 સુધી. તેમજ તા. ૨૪/૦૯/૨૦૨૫ને બુધવારના રોજ લાઈન્સનગર (ગોકુલનગર) પ્રાથમિક શાળા, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.
આ યોજના હેઠળ, ખુલ્લા પ્લોટ પર અથવા જૂના/જર્જરિત મકાનને પાડીને નવા મકાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૪ લાખની સહાય ૪ હપ્તામાં આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાએ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય લાભાર્થીઓને અનુરોધ કર્યો છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
