<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબકતાં ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ગરબાનો કાર્યક્રમ રદ કરાયો

વરસાદને કારણે ધોરાજીમાં જય ગેલી અંબે ભૂલકા ગરબીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો: અન્ય રાસ ગરબાનો કાર્યક્રમ પણ રદ કરાયો

ધોરાજી :નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. રાજ્યમાં 22થી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટના ધોરાજીમાં પ્રથમ નોરતે જ વરસાદ ખાબક્યો હતો. ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદ ખાબકતાં ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયાં છે. વરસાદને કારણે ધોરાજીમાં જય ગેલી અંબે ભૂલકા ગરબીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય રાસ ગરબાનો કાર્યક્રમ પણ રદ કરાયો છે.

(12:06 AM IST)