News of Tuesday, 23rd September 2025
નવરાત્રિ નિમિતે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૨૩
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી નવરાત્રિ શક્તિ ઉપાસના પર્વ નિમિતે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા-રંગબેરંગી છત્રીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ છત્રીઓમાં મોતીકામ અને ભરતકામ જેવી પરંપરાગત કલાકૃતિઓનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
