તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
મહુવા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ નોરતે બપોર પછી બે કલાકમાં મુશળધાર ત્રણ ઈંચ વરસાદઃ નિચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયાઃ ખેલૈયાઓમાં ચિંતા

મહુવા (રહીમ વસાયા): ભાવનગર પંથકના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે સોમવારે બપોરના સાડા ચાર વાગ્યા આસપાસ મુશળધાર ધોધમાર ત્રણ ઈંચ વરસાદ માત્ર બે જ કલાકમાં વરસી ગયો હતો. આ ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયાં હતાં.
શહેરના મુખ્ય વિસ્તાર ગાર્ડન રોડ, વાસી તળાવ, ખોડિયાર મંદિર, ભાદોડ ગેઈટ, મેમણ કોલોની, ફાતેમા સોસાયટી, નેસવડ ચોકડી સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયાં હતાં. તદ્ઉપરાંત બે દિવસ અગાઉ પડેલા વરસાદમાં ખેતરોમાં પડેલા મગફળીના પાથરા આજે ફરી પાછા પલળી ગયા હતા, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને પગલે વિજળી રાણી રાબેતા મુજબ શહેર અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ ગુલ થઇ ગયાનું જાણવા મળે છે. નવરાત્રીના પ્રથમ નોરતાના દિવસે જ મુશળધાર ભારે વરસાદ વરસી જતા ખૈલેયાઓ નિરાશ જોવા મળ્યા.(૬.૭)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
