News of Tuesday, 23rd September 2025
દોલતપર-ડોડીયાળા,સાણથલી-ડોડીયાળા, વેરાવળ- સાણથલી-ડોડીયાળા રસ્તાઓ ખુલ્લા મુકાયા
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ.૫.૭૪ કરોડનાં ખર્ચે બનેલા ત્રણ રસ્તાઓનું લોકાર્પણ કર્યુ

(કરસન બામટા દ્વારા) આટકોટ તા. ર૩ :. પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૫.૭૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનેલા ત્રણ રસ્તાઓનું લોકાર્પણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ રૂ.૨.૮૩ કરોડથી વધુ રકમના ખર્ચે બનેલા દોલતપર-ડોડીયાળા રોડનું લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત રૂ.૧.૫૧ કરોડનાં ખર્ચે બનેલા સાણથલી-ડોડીયાળા રોડનું લોકાર્પણ કર્યું હતુ. તેમજ રૂ.૧.૪૦ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલ વેરાવળ-સાણથલી-ડોડીયાળા રોડનું લોકાર્પણ કરી રસ્તાઓ લોકો માટે ખુલ્લા મુકયા હતા. આ ઙ્કસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ડોડીયાળા, દોલતપર, વેરાવળ સહિતના ગ્રામજનોને શુભકામનાઓ પાઠવી હતી.આ તકે અગ્રણી સંદિપભાઈ રામાણીએ જણાવ્યુ હતુ કે, આ નવા રસ્તાઓ આસપાસનાં ગ્રામજનો, ખેડૂતોને ઉપયોગી બનશે. વિકાસને વરેલી રાજ્ય સરકાર નાગરિકોનાં હિત માટે અગ્રેસર રહી વિકાસના કામો કરે છે. આ તકે વિનુભાઈ ધડુક અને રમેશભાઈ વેકરીયાએ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની કામગીરીને બિરદાવી હતી. સરકારનો વિકાસ રથ ગામેગામ પહોંચી રહ્યો છે. વિકાસના આ રથનો લાભ નાગરિકો લઈ રહ્યા છે તેમ અગ્રણીશ્રીઓએ ઉમેર્યું હતુ.
લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે નવા રસ્તા બનાવી આપવા બદલ દોલતપરના રહેવાસી ધીરુભાઈએ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. રસ્તો નહોતો બન્યો ત્યારે મોટરસાયકલ લઇને નાળામાથી જવું પડતું. પરંતુ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાઈક્લાસ રસ્તો બનાવી આપ્યો છે, જેથી ડોડિયાળા કે ગોંડલ સુધી સરળતાથી પહોંચી શકાય છે, તેમ સ્થાનિક ધીરુભાઈએ કહ્યું હતુ.લોકાર્પણ કાર્યક્રમમાં દામજીભાઈ, મનસુખભાઈ,છગનભાઈ, ગીરીશભાઈ, હરેશભાઈ સહિત અગ્રણીઓ, સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.(પ-૧પ)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
