<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

વંથલીમાં રાષ્‍ટ્રધ્‍વજથી ફ્રુટ સાફ કરતા શખ્‍સ સામે ગુનો દાખલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો આધારે પોલીસની કાર્યવાહી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૩:  વંથલીના કોન્‍સ્‍ટેબલ માનસી ગાંગણાને  સોશિયલ મીડિયા મારફત એક શખ્‍સ પોતાની ફ્રુટની લારીમાં રાખેલ ફ્રુટને રાષ્‍ટ્ર ધ્‍વજથી સાફ કરતો હોવાનો વીડિયો સોમવારે ધ્‍યાન પર આવ્‍યો હતો.

આ વીડિયો આધારે પોલીસે તપાસ કરતા વંથલીમાં ડુંગળી બજારના નાકે આ ફ્રુટની લારી હોવાનું જણાય આવતા વીડિયોમાં ફ્રુટ સાફ કરતો શખ્‍સ વંથલીના ખાટકી વાડામાં રહેતો ૩૬ વર્ષીય ઈરફાન હાસમભાઇ જેઠવા હોવાનું જાણવા મળ્‍યું હતું.

પોલીસે સ્‍થળ પર જઈ પૂછપરછ કરતા શખ્‍સે ૧૫ દિવસ પહેલા રાષ્‍ટ્રધ્‍વજ લારી ઉપર બાજુમાં બજારમાં બાંધેલ હતો ત્‍યાંથી નીચે પડતા મેં મારી લારી ઉપર રાખ્‍યો હતો અને ૭ દિવસ પહેલા રાષ્‍ટ્રધ્‍વજથી લારીમાં રાખેલ ફ્રુટ સાફ કર્યા હોવાનું જણાવ્‍યું હતું.

શખ્‍સની કબુલાત આધારે પોલીસે તેની રાષ્‍ટ્ર ધ્‍વજનો તિરસ્‍કાર અટકાવવા માટેના અધિનિયમની કલમ મુજબના ભંગ બદલ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૭.ર૧)

(11:04 AM IST)