તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
રાણાવાવની ઝારેરા નેશમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો : ૮૦૦ લીટર આથો ઝડપાયો
દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી નાસી ગયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩ : રાણાવાવની ઝારેરાનેશમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર એલસીબી ટીમે દરોડો પાડીને ૮૦૦ લીટર દેશી દારૂનો આથો પકડી લીધો હતો. આ દરોડા દરમ્યાન આરોપી જેતા કારા નાસી ગયો છે.
રાણાવાવની ઝારરાનેશ ચેક ડેમ પાસે આરોપી જેતા કારાભાઈ મોરી રહે. બિલેશ્વર તા. રાણાવાવની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૮૦૦ કિ.રૂા. ૨૦,૦૦૦/- તથા આથાની વાસવાળા ૨૦૦ લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-૪ કી.રૂા. ૧૬૦૦/- તથા પતરાનુ ૨૦૦ લીટરનું બોઇલર બેરલ નંગ-૧ કિ.રૂા. ૪૦૦/-તથા પતરાનુ ૨૦૦ લીટરનું ફીલ્ટર બેરલ નંગ-૧ કિ.રૂ. ૪૦૦/- મળી કુલ કિ.રૂા. ૨૨,૪૦૦/- નો મુદામાલ પોલીસના દરોડામાં મળ્યો હતો.
આ દારૂ દરોડા દરમિયાન નાસી ગયેલ આરોપી જેતા કારાભાઇ મોરી રહે. બિલેશ્વર વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરેલ છે.
આ દારૂ દરોડાની કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વરૂ તથા એચસી સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા નાથીબેન કુછડીયા તથા પીસી નટવરસિંહ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પીસી જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા. (૪.૪)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
