News of Tuesday, 23rd September 2025
કોટડાનાયાણીના અમરશીભાઇ સોલંકીનો કાગદડીમાં પુત્રના વિયોગમાં ઝેર પી આપઘાત
એક મહિના પહેલા યુવાન દિકરાનું બિમારીથી મૃત્યુ થયું હતું

રાજકોટ તા. ૨૩: વાંકાનેરના કોટડાનાયાણીના વતની અને હાલ કાગદડી ગામે માધવ હોટલ પાછળ વાડી વિસ્તારમાં ઝૂપડા બાંધીને રહેતાં અમરશીભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૬૫) નામના વૃધ્ધે ૨૧મીએ ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોડી રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનારા અમરશીભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં અને છુટક ફ્રુટનો ધંધો કરતાં હતાં. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. સગાએ કહ્યું હતું કે અમરશીભાઇના એક બાવીસ વર્ષના દિકરા વાલાભાઇનું એક મહિના પહેલા જ બિમારીથી મૃત્યુ થયું હતું. આ દિકરાના વિયોગમાં અને પોતાને કેન્સરની અસર થઇ હોઇ તેના કારણે કંટાળીને તેમણે આ પગલુ ભરી લીધુ હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
