News of Tuesday, 23rd September 2025
જુના મનદુઃખથી બડોદર ગામના યુવાન ઉપર કાકાનો છરીથી હૂમલો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૨૩: કેશોદ તાલુકાના બડોદર ગામનો ૨૪ વર્ષીય વિશ્વરાજ ઉમેદભાઈ ભોજક રવિવારે રાત્રે ૯-૩૦ વાગ્યે તેના પિતા ઉમેદભાઈને પેરાલીસીસની તકલીફ હોય તેથી દવાખાનેથી લાવી તેને નવડાવતો હતો.
આ દરમિયાન તેના કાકા વનરાજભાઈ ભગુભાઈ ભોજક મકાનની ડેલી ખોલી ફળિયામાં આવી અગાઉના મનદુઃખના કારણે મહેમાનોની હાજરીમાં ગાળો બોલવાનું શરૂ કરતા યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા જેનાથી ઉશ્કેરાઈ જઈને નેફામાંથી છરી કાઢી ડાબી સાઈડના ગાલ પર ઇજા પહોંચાડી હતી. ઘરે આવેલ મહેમાનને વચ્ચે પડી સમજાવતા વનરાજભાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.
કાકાના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત કેશોદ ખાતે સારવારમાં ખસેડાયો હતો. ઘટનાને લઇ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
