તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd September 2025
કેશોદના મોટી ઘંસારીમાં ઘરે પડી જતાં વૃધ્ધનું મોત
મોહનભાઇ પટોડીયાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૩: કેશોદના મોટી ઘંસારી ગામે રહેતાં મોહનભાઇ મેઘજીભાઇ પટોડીયા (ઉ.વ.૯૫) નામના વૃધ્ધ ૧૭મીએ સાંજે ઘરે બેઠા બેઠા પડી જતાં મુંઢ ઇજા થતાં કેશોદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ કેશોદ પોલીસને કરી હતી. મૃતકને સંતાનમાં બે દિકરા છે. પોતે બે બહેન અને ત્રણ ભાઇમાં મોટા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
