News of Tuesday, 23rd September 2025
કચ્છના રાજમાર્ગો પદયાત્રીઓ દ્વારા ‘‘માં આશાપુરા''ના નાદથી ગુંજી ઉઠશે
કચ્છી માડુનો જીવન ધ્યેય માનવ સેવા એજ પ્રભુ સેવા, ચાલો બુલાવા આયા હે માં આશાપુરા માંને બુલાયા હેઃ સેવા કેમ્પો, રાવટીઓ નવરાત્રી દરમ્યાન દિવસ-રાત પદયાત્રીઓથી કેમ્પો ઝુમી ઉઠશેઃ પદયાત્રી કેમ્પોમાં ભાવિકોને વિના મૂલ્યે જમવા, રહેવા, તબીબી સારવાર નાતજાતના ભેદભાવ વગર પુરી પાડશે

રાજકોટઃ નવલા નવરાત્રીના દિવસોમાં શક્તિ આરાધનાનું અતિ મહત્વ છે. જેમાં નારી શક્તિની ઉપાસના કરનારા શક્તિ ઉપાસકો કહેવાયા, જેથી ત્યાગીઓ શક્તિ આરાધનાને જીવન સંકલ્પનો આધારસ્તંભ કહે છે. કચ્છથી ૧૦૦ કિ.મી. દુર આવેલ જગત જનની માં આશાપુરા માતાના મઢે નવરાત્રી ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે.
નવરાત્રી આવતા દરેક દેવ મંદિરોમાં શણગાર થયો છે. ભાવિકો દ્વારા પુજા અર્ચન, આરતી માંના ગરબા દ્વારા માતાજીના ગુણગાન ગવાશે. દરેક શહેરો, ગામડાઓમાં ગરબી ચોકમાં હૈયુ ભિસાઈ માંના ગરબા ગવાય રહ્યા છે. માં આશાપુરાનું કોઈપણ રૂપ તેના અસીમ, અમાપ, અખુટ અનંત છે. એટલે જ રૂષીમુનીઓ કહે છે કે ઘરની શોભા સજાવટ બાગની શોભા, સુમન, શરીરની શોભા ત્વચા, જીવનની શોભા ધર્મ અને ધર્મની શોભા, ભક્તિ અને ભક્તિની શોભા શક્તિ છે. માં આશાપુરાની ભક્તિ કરવાથી સર્વે પ્રકારના પાપ કર્મો નષ્ટ થાય છે.
નવરાત્રીમાં માઈભક્તો પગપાળા માં આશાપુરાના દર્શન કરવા ભીતરમાં ભાવનાની ભીનાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠો પર માં આશાપુરાનું નામ અવિરત જપતા અપાર શ્રધ્ધા અને આસ્થાની સાથે પગપાળા પ્રવાસથી હાથ લાગ્યુ તે વાહન લઈ ઉર્મિના ઉછળે માં આશાપુરાના દર્શન કરવા જાય છે.
કચ્છ રણ અને માનવ મહેરામણ વચ્ચે ઝુલી રહ્યું છે. માં આશાપુરાના નામ માત્રથી માનવીનું મન અને ચિતવન શક્તિ આરાધનાથી ચંદનવનમાં ફેરવાય જાય છે. દેશના વિવિધભાગોમાંથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા તથા સાઈકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે હજારો-લાખો પદયાત્રીઓ અબાલ, વૃધ્ધ, સ્ત્રી, પુરૂષો, બાળકો, સ્વયંભુ સમુહમાં આવે છે. જેની સેવા કચ્છી માડુ અતિથી દેવો ભવઃ સાથે કચ્છ જીલ્લાના સુરજબારી પુલથી માતાના મઢે જતાં દર ૩ કિ.મી.ના અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા ફરતા વાહનો દ્વારા સદગુરૂ રણછોડદાસજી મહારાજશ્રીના સુત્રો હૈયામાં રાખી નાતજાતનાં ભેદભાવ વગર કરે છે.
માં આશાપુરાના દર્શન કરવા જતા દર્શનાર્થીઓ આવા કેમ્પમાં વિનામુલ્યે આરામ કરી નવું જોમ મેળવે છે. પોતાના પ્રવાસ દરમ્યાન થયેલ ખાટા મીઠા અનુભવો જણાવે છે. સહુ કોઈની આંખમાં માં આશાપુરા પ્રત્યેનો અહોભાવ જોવા મળે છે. આ પદયાત્રીઓના રાહત કેમ્પમાં સેવાના ભેખધારી આયોજકો પદયાત્રીની રાહ જોતા કચ્છના પ્રથમ ચરણ સુરજબારી પુલો નવીનભાઈ ભનુસાળી, માળિયા ચોકડીએ સેમરાજસિંહ જાડેજા ખારા પાણીમાં મીઠી વીરડી સમાન વન ભોજન કરાવે છે. સેવા કેમ્પ શોવજીભાઈ બારદાનવાલા સુરજબારી ચેક પોસ્ટે., અમરનગર પાસે, ભુદરભાઈ જાદવ, જે.પી.ઈન્ડ વિરપુર ચોકડી, બારમાસી કેમ્પ, મોરબી પ્રવિણભાઈ લુહાર, મોરબી બાયપાસ, ભગવતી હોલ, કાગદડી પ.પુ.શ્રી ૧૦૮ જયરામદાસ બાપુ બારમાસી સેવા કેન્દ્ર તમામ સુવિધાઓ પુરી પાડે છે.
રતનપર મંદિરે પદયાત્રીઓને દરેક પ્રકારની સેવા આપવામાં આવે છે. કચ્છના તમામ જીલ્લા તથા તાલુકા મથકે નવરાત્રી દરમ્યાન દિવસ-રાત સેવા આપે છે. અનેક નાની-અનામી સેવાભાવી લોકો દ્વરા પદયાત્રીઓની સેવા કરવામાં આવે છે. પદયાત્રી એટલે પૂર્ણ કર્મનુ ભાથુ ગણાય, માતાના-મઢ ટ્રસ્ટીગણ દ્વારા પદયાત્રીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. સહાય સહાય રહો માં આશાપુરા સન્મુખ રહો. હમેશ રક્ષા કરો બ્રહ્મા-વિષ્ણુ-મહેશ.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
