<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

ભાવનગરમાં પી.એમ.મોદીની સભામાં લોકોના મોબાઈલ, રોકડ અને પર્સની ચોરી કરનાર પાંચ શખ્‍સો ઝડપાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર,  તા.૨૩: જવાહર મેદાન ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેર સભા દરમ્‍યાન સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ, રોકડા અને પર્સ સહીતની વસ્‍તુઓની ચોરી કરતા પાંચ શખ્‍સોને એલસીબીએ શહેરના ક્રેસન્‍ટ વિસ્‍તારમાંથી  રોકડા રૂ. ૮,૮૮૦ અને કાર મળી કુલ ૧,૭૩, ૮૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે હુંડાઈ કાર નં. જીજે-૦૨ એપી ૭૦૯૭માં રહેલા અસ્‍ફાક અહેમદખાન હનીફખાન પઠાણ (ઉં.વ.૩૬, રહે. મણિનગર, અમદાવાદ), સરફરાજ અહેમદ મહંમદયુનુસ અન્‍સારી (ઉં.વ.૨૮, રહે. ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ), અરબાઝખાન ઉર્ફે યુનુસ નાસીરખાન પઠાણ (ઉં.વ.૨૭, રહે.આઈશાબીબીની ચાલી, મણિનગર,અમદાવાદ), સુહાન અબ્‍દુલકાદર ખોખર (ઉં.વ.૧૮, રહે. મસ્‍જીદ પાછળ, મણિનગર) તેમજ ઈરફાન શફીભાઈ મલેક (ઉં.વ.૩૧, રહે. એક્‍તાનગરના છાપરા, દાણીલીમડા, અમદાવાદ) ને મોબાઈલ, રોકડ સહીત ઝડપી લઈ પુછપરછ કરતા તમામે વડાપ્રધાનની જાહેર સભામાં આવેલા લોકો પાસેથી મોબાઈલ તેમજ પાકીટ અને રોકડની ચોરી કર્યાની કબુલાત આપતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પોલીસના પી.આઈ.આર વાળા તથા સ્‍ટાફ જોડાયો હતો.

(11:45 AM IST)