News of Tuesday, 23rd September 2025
પોરબંદર સાંદીપનિ વિદ્યા નિકેતનમાં ‘પૂ.ભાઇશ્રી'ના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ
શ્રી હરીમંદીરમાં કરૂણામયીમાની ષોડશોપચાર પૂજા, કુમારીકા પૂજન, શ્રીરામ ચરિત માનસ અનુષ્ઠાનઃ મહિષાસુર મર્દિની મંડપ સ્થાપના સાથે સેવાયજ્ઞ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૩: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રી હરિમંદિરમાં કરુણામયીમાની ષોડશોપચાર પૂજા, કુમારિકા પૂજન, શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન, મહિષાસુરમર્દિની મંડપ સ્થાપના, સેવાયજ્ઞ સાથે ૪૪મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૫ નો મંગલ આરંભ થયો છે.
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના પ્રારંભે શ્રી હરિ મંદિરમાં સવારે નવરાત્રિના પ્રથમ દિવસે માં કરુણામયીનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. આ સાથે શ્રીમંદિરની બગીચીમાં બંગાળની પરંપરા અનુસાર મહિષાસુરમર્દિની માતાજીની દિવ્યમૂર્તિની સ્થાપના કરવામાં આવી તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા માતાજીની વિધિવત પૂજા અને દેવી ભાગવત મહાપુરાણના મૂળ પારાયણ સાથે વિવિધ અનુષ્ઠાનનો મંગલ અન પ્રારંભ કરવામાં આવ્યો.
૪૪ માં શ્રીરામચરિત માનસ
પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં આજે સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન પૂર્વે પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી ભગવદીય શ્રી પ્રકાશભાઈ કનેરિયા તથા રંજનબેન કનેરિયા પરિવાર (યુ.એસ.એ.) દ્વારા શ્રીરામચરિત માનસની પોથીશ્રીનું પૂજન કરીને પોથીયાત્રા સંપન્ન કરાઈ હતી.
પૂજ્ય ભાઈશ્રી અને યજમાન પરિવાર દ્વારા મા શૈલપુત્રી સ્વરૂપી કુમારિકાનું પૂજન કરવામાં આવ્યું. તેમજ ઋષિકુમારો દ્વારા સસ્વર વેદપાઠ બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીરામ ચરિત માનસપાઠની ચોપાઈઓનો સંગીત સાથે મંગલ પ્રારંભ કરવામાં આવ્યો. પૂજ્ય ભાઈશ્રી એ અનુષ્ઠાન પૂર્વે જણાવ્યું હતું કે પરામ્બા ભગવતી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સૌ વિગ્રહોની અનુગ્રહથી સતત ૪૪મા શ્રીરામ ચરિત માનસ અનુષ્ઠાનનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ.
અપરાホ સત્રમાં શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય સત્સંગ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના બપોર પછીના સત્રમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના ભૂતપૂર્વ છાત્ર એવં ખુબજ પ્રખ્યાત શ્રીમદ્ ભાગવત કથાકાર ઋષિ શ્રીશ્યામભાઈ ઠાકર દ્વારા સ્કંદપુરાણ અંતર્ગત વર્ણવેલા શ્રીમદ્ ભાગવતના માહાત્મયને લઈને વિવિધ કથાઓ અને પ્રસંગોના માધ્યમથી પ્રવચન આપ્યું હતું.
શારદીય અનુષ્ઠાન સાથે વિવિધ મનોરથોનો પ્રારંભ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આજે સાંદીપનિની યજ્ઞસેના દ્વારા મા ભગવતીની આરાધના સ્વરૂપે વિવિધ મનોરથનો પણ આરંભ થયો હતો. જેમાં સવાલાખ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ જેવા વિશેષ મનોરથોનો સમાવેશ થાય છે. સાંદીપનિ સંસ્કળત પાઠશાળાના ઋષિકુમારો અને અન્ય રાજ્યમાંથી આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાષાોક્ત વિધિમુજબ આ સર્વે મનોરથ સંપન્ન થઇ રહ્યા છે. આ મનોરથમાં જોડવા માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.
દંતયજ્ઞ પ્રારંભ
આજે શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંતયજ્ઞ કેમ્પનો પ્રારંભ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોથી તથા મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય પૂર્વક કરવામાં આવ્યો હતો. દીપપ્રાગટયમાં ગૌતમભાઈ ઓઝા, પોરબંદર જીલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, એડમિરલ, રીયર એડમિરલ સતીશ વાસુદેવ ફલેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત દમણ અને દીવ, લેફટેનેન્ટ કમાન્ડર નિશાંત રાજપુત, સંસ્થાના ઉપપ્રમુખ મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, ડો, સુરેશ ગાંધી, ડો. ભરત ગઢવી તથા ડેન્ટલની ટીમ સૌ ઉપસ્થિત રહ્યા હતા.
આ દંત ચિકિત્સા ઋષિવર્ય દંતવૈદ્ય લાભુભાઈ શુક્લના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય ડો.હર્ષદભાઈ જોશી, ડો. સરોજબેન જોશી અને ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ દંતયજ્ઞ તા.૦૧-૧૦-૨૫ સુધી પ્રતિદિન સવારે ૯.૦૦થી ૧.૦૦ સુધી ચાલુ રહેશે.
શ્રીહરિ મંદિરમાં યોજાયા
વિશેષ શળંગાર દર્શન
શ્રીહરિ મંદિરમાં શ્રીકરુણામયી માંના શળંગાર દર્શન શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે માં કરુણામયીના દિવ્ય ઝાંકી દર્શન યોજાયા હતા અને સાયં આરતી બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવામાં આવ્યો હતો અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્ય રાસ-ગરબા યોજાયા હતા.
આ ૪૪મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં દેશ-વિદેશથી અને પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો પહેલા દિવસથી જ શ્રીરામ ચરિત માનસ અનુષ્ઠાનમાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે મનોરથ-દર્શન અને કથા શ્રવણનો દિવ્ય લાભ લીધો હતો. આ સિવાય અનેક લોકો sandipani.tv ના માધ્યમથી પણ જોડાયા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
