તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૫ બુધવાર
News of Tuesday, 23rd September 2025
ગિરનાર પર્વત પર ગિરનારી ગુફામાં પૂ.બલરામદાસબાપુનાં નવરાત્રી અનુષ્ઠાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૩: જુનાગઢ ગિરનાર પર્વત પર ૩ર૦૦ પગથીયા ચડીને જવાય છે તેવી શેષાવન જૈન દેરાસરની બાજુમાં અતિપ્રાચીન ગિરનારી ગુફા આવેલ છે જયાં જુનાગઢ ઋષિરાજ આશ્રમના મહંત પૂ. બલરામદાસબાપુ ગુરૂશ્રી શંકરદાસબાપુ દ્વારા નવરાત્રી અનુષ્ઠાનનો માતાજીના ઘટ સ્થાપન સાથે પ્રારંભ થયો છે. પૂ. બલરામદાસબાપુ ૧૭ વર્ષની નાની ઉમરે ૧૯૯૪ ની સાલમાં નાસિક કુંભ મેળમાં દિક્ષા સન્યાસ લઇને સંત અમલનો માર્ગ અપનાવ્યો અને પૂ. બાપુ ૧૮ વર્ષ સુધી ગિરનારની આગુફામાં અલખની આરાધના કરેલ ત્યાં ગુફામાં દત ભગવાનનું મંદિર અને ગણપતિ દાદા હનુમાનજીની સ્થાપના કરેલ છે.
છેલ્લા બે દાયકાની બાપુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારી ગુફામાં સવારના શુભ ચોઘડીયે ઘટ સ્થાપન કરી સતત નવ દિવસ સુધી નવરાત્રી અનુષ્ઠાન કરશે પૂ. બાપુ દ્વારા ભરડાવાન પાસે ઋષિરાજ આશ્રમ ગૌશાળાના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યાની વ્યવસ્થા તેમના શિષ્યા પૂ. મહેશ્વરીદેવજી સંભાળી રહયા છે. સમગ્ર વિશ્વના અને જીવમાત્રના કલ્યાણ અને શાંતિ માટે લોકલ્યાણના હેતુથી પૂ. બાપુ દ્વારા વર્ષોથી આ ગુફામાં અનુષ્ઠાન કરવામાં આવે છે. તેમના દ્વારા થતી સેવાકીય પ્રવૃતિમા સહભાગી થવા મો. નં. ૭૬૨૩૯ ૦૬૫૨૮ ઉપર સંપર્ક સાંધવા સેવક પરિવારે જણાવ્યું છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
