News of Tuesday, 23rd September 2025
પોરબંદરમાં સળગતા વહાણમાં બીજે દિ'એ ૩ ગેસ સીલીન્ડરોમાં બ્લાસ્ટ
બારમાસી જેટી ઉપર હરિદર્શન વહાણમાં ગઇકાલે લાગેલી આગ વિકરાળ બનીઃ સલામતી માટે ચોપાટી ખાલી કરાવી : વોર્કીંગ અને ફરવા આવેલા લોકોને પરત મોકલી દેવાયાઃ પોલીસ બંદોબસ્ત વહાણમાં ભીષણ આગને કાબુમાં લેવા પોલીસ અધિક્ષક કોસ્ટ અને નેવી ગાર્ડ તથા પોર્ટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટરો દ્વારા ગઇકાલથી પ્રયત્નો : આજે સવાર સુધી આગ સંપુર્ણ કાબુમાં આવી નથીઃ વહાણમાં આગ લાગી ત્યારે ગઇકાલે ૧૪ ખલાસીઓ જેટી ઉપર કુદી જતા તમામનો બચાવ થયેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૩: બારમાસી જેટી ઉપર ગઇકાલે જામનગરથી માલ ભરવા આવેલા હરિદર્શન નામના વહાણમાં આગ લાગ્યા બાદ આગ આજે સવાર સુધી સંપુર્ણ કાબુમાં આવી નહી અને સવારે વહાણમાં રહેલા ૩ એલપીજી ગેસ સીલીન્ડરોમાં ‘બ્લાસ્ટ' થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે.
ગઇકાલે આ વહાણમાં આગ લાગતા સમયે વહાણના ૧૪ ખલાસીઓ જેટી ઉપર કુદી જતા તમામ બચી ગયા હતા. હરિદર્શન વહાણને કાબુમાં લેવા પ્રયત્નો કરેલ પરંતુ આગ સંપૂર્ણ કાબુ આવી નહી ગઇકાલે સવારે વહાણની આગને કાબુમાં લેવા પોલીસ અધિક્ષક નેવી અને કોસ્ટગાર્ડ તથા પોર્ટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફાયર ફાઇટરો દ્વારા ગઇકાલે સળગતા વહાણને મધદરિયે લઇ જઇને આગ કાબુમાં લેવા પ્રયત્નો કરેલ પરંતુ આગ સંપૂર્ણ કાબુ આવી નહી અને આજે સવારે વહાણમાં રહેલા ૩ એલપીજી સિલિન્ડરોમાં ધડાકા થતા આગ વધારે વિકરાળ બની ગઇ છે.
હરિદર્શન વહાણમાં ગેસ સીલીન્ડર ઉપરાંત ૩ હજાર લીટર ડીઝલનો જથ્થો છે. જેના કારણે સલામતી માટે આજે સવારે ચોપાટીને સંપૂર્ણ ખાલી કરાવી દીધી છે. ચોપાટીએ ફરવા તથા વોકીંગ કરવા આવેલા લોકોને ઘેર પરત મોકલી દીધા છે.
ચોપાટી ઉપર પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
