<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

મોરબી સાર્થક વિદ્યામંદિરે વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે ઘૂમ્‍યા

 

મોરબીઃ સમાકાંઠા વિસ્‍તારમાં કેસર બાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે નવરાત્રી મહોત્‍સવનું બે દિવસથી આયોજન કરવામાં આવ્‍યું હતું અને તેમાં એક દિવસ ધો. ૯થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અને બીજા દિવસે ધો. ૬થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને આ તકે માતાજીનું પૂજન, અર્ચન અને આરાધના કર્યા બાદ બાળકો સાર્થક વિદ્યાલયના ગ્રાઉન્‍ડમાં મન મૂકીને રાસ ગરબે રમ્‍યા હતા બાળકો અવનવા ટ્રેડિશનલ ડ્રેસ સાથે તૈયાર થઈને ગરબે રમવા માટે થઈને શાળાના મેદાનમાં પહોંચ્‍યા હતા. આ તકે રાસ ગરબામાં પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ, બેસ્‍ટ એક્‍શન વગેરે જેવી વિવિધ ૧૦ કેટેગરીમાં બંને દિવસે વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. ધારાસભ્‍ય કાંતિભાઈ અમળતિયા તેમજ અધિકારીઓ પદાધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા.(

(12:23 PM IST)