<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

જામનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવવાથી દેકારોઃ મહિલાઓ દ્વારા રસ્‍તા રોકો આંદોલન

સત્‍યમ કોલોની, શિવમ કોલોની સહિતના વિસ્‍તારોમાં પાણી પ્રશ્‍ને આક્રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા. ર૩, જામનગરના સત્‍યમ કોલોની, શિવમ કોલોની, પ્રવીણ દાઢીની વાડી વિસ્‍તારમાં પીવાનું પાણી ગંદુ આવતા મહિલાઓ રણચંડી બની હતી. પ્રથમ નોરતે જ સત્‍યમ કોલોની વિસ્‍તાર નજીક રહેવાસીઓને પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા દેકારો કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સત્‍યમ કોલોની અને આસપાસના વિસ્‍તારમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્‍સ થઈ આવતા હોવાની રાવ ઉઠી રહી છે. ગંદા પાણીથી બાળકો યુવાનો અને વડીલોને રોગચાળાની  ભીતિ છે. ત્‍યારે અનેકવાર રજૂઆત બાદ પરિસ્‍થિતિ જૈસે થે... હોવાથી સ્‍થાનિક મહિલાઓએ સત્‍યમ કોલોની નજીક રસ્‍તો રોકી   વિરોધ નોંધાવ્‍યો હતો. જેને લઈને પોલીસે દોડી રસ્‍તો ખુલ્લો કરાવવા મથામણ કરી હતી. (તસવીરો :કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 PM IST)