News of Tuesday, 23rd September 2025
કેબીસીમાં આજે રાત્રે અમરેલી જીલ્લાના ઉર્મિલાબેન જેબલીયા ચમકશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૩: અમરેલી જીલ્લાના કાઠી દરબારના દીકરીબા એવા ઉર્મિલાબેન દિલુભાઈ જેબલીયા જેઓનું મૂળ ગામ દેવરાજીયા અને હાલ સરકારી હાઈસ્કૂલ અકાળામા ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે જેઓ સોની ટીવીના ભારતનો નંબર વન શો ‘કોન બનેગા કરોડપતિ સીઝન'૧૭ મા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર ૨૩ સપ્ટેમ્બર ના રોજ એપિસોડ નં ૩૨મા જોવા મળશે. અમરેલી જિલ્લામાંથી તેઓશ્રી પહેલાં મહિલા છે જે આ સ્ટેજ પર પહોંચ્યા હોય. જે આપણા જિલ્લા માટે ગૌરવની વાત છે. આખરે ઘણાં વર્ષોની મહેનત રંગ લાવી.(
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
