News of Tuesday, 23rd September 2025
ચોટીલાથી થાનગઢ તરફ જવાના રસ્તા પર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા આધેડનુ મોત
ટ્રેકટર ચાલક સરકારી અધિકારીની કાર જોઈ જતા ડરનો માર્યો ખુશી નગર સામે રેતી ભરેલ ટ્રેક્ટર ઉતરી દેતા સ્થળ પર ઉભેલા આધેડને કચડી નાખ્યો

ચોટીલાથી થાનગઢ તરફ જવાના રસ્તા પર રેતી ભરેલ ટ્રેક્ટર ચાલકે એક આધેડને અડફેટે લેતા આધેડનુ મોત નીપજ્યું છે . થાનગઢ જવાના રસ્તા પર આવેલ ખુશી નગર સામે બનાવ બન્યો હતો , ટ્રેકટર ચાલક સરકારી અધિકારીની કાર જોઈ જતા ડરનો માર્યો ખુશી નગર સામે રેતી ભરેલ ટ્રેક્ટર ઉતરી દેતા સ્થળ પર ઉભેલા આધેડને કચડી નાખ્યો હતો. આધેડને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવાતા તબીબે આધેડને મૃત જાહેર કર્યો હતા. મૃતક આધેડનું પી.એમ.માટે લઈ જવાયો હતો.ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી ટ્રેકટર મુકી નાસી છૂટ્યો હતો
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
