News of Wednesday, 24th September 2025
મોરબીના ટીડીઓની બદલી: મોરબી-વાંકાનેરને નવા ટીડીઓ મળ્યા.
રાજ્યના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા ૨૭ અધિકારીની બદલીના આદેશ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તાજેતરમાં ગુજરાત વિકાસ સેવા વર્ગ ૨ તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશો આપવામાં આવ્યા છે રાજ્યના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા ૨૭ અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
જેમાં મોરબી તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પીઠા સામત ડાંગરની જેતપુર ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે જયારે જેતપુર ફરજ બજાવતા જયદીપ પ્રવીણભાઈ વણપરીયાની મોરબી ટીડીઓ તરીકે બદલી કરવામાં આવી છે તેમજ અંજાર ટીડીઓ તરીકે ફરજ બજાવતા પાયલબેન ભરતભાઈ ચૌધરીની વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
