<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબીના જુના મોડપર ગામના સ્મશાન પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

દેશી દારૂ સહિત કુલ રૂ ૨૯,૭૫૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના જુના મોડપર ગામે સ્મશાન પાસે રેડ કરી પોલીસે વોકળા પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી પોલીસે ઠંડો આથો, દેશી દારૂ સહિત કુલ રૂ ૨૯,૭૫૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

    મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે જુના મોડપર ગામના સ્મશાન પાસે રેડ કરી હતી વોકળામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૦૦૦ લીટર અને દેશી દારૂ ૪૦ લીટર, ગેસનો ચૂલો, ગેસનો બાટલો સહીત કુલ રૂ ૨૯,૭૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી રહે મોડપર તા. મોરબી વાળાને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

(12:33 AM IST)