<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબીના લાયન્સનગર પાસે કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર મહાપાલિકાનું ડિમોલેશન.

ડિમોલેશન હાથ ધરી માલિકી સિવાયની જગ્યામાં કરેલ બાંધકામ તોડી પાડી જગ્યા ખુલ્લી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના બાયપાસ રોડ પર આવેલા લાયન્સ નગર પાસેના મનુભાઈ પાર્કમાં આજે મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પાર્કમાં માલિકે પોતાની મંજૂર થયેલી જગ્યા કરતાં વધુ જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું, જેના પગલે આ ડિમોલેશન હાથ ધરી માલિકી સિવાયની જગ્યામાં કરેલ બાંધકામ તોડી પાડી જગ્યા ખુલ્લી કરાઈ છે.

(12:36 AM IST)