<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

સૂત્રાપાડા બંદર વિસ્તારમાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી છકડો રિક્ષા ઝડપી લેવાઈ

રિક્ષામાંથી ૧૦૦ કિલો ઘઉં, ૧૫૦ કિલો ચોખા અને બાળભોગના ૨૦ પેકેટ મળી આવ્યા

ગીર સોમનાથના સૂત્રાપાડા બંદર વિસ્તારમાં પુરવઠા વિભાગે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી છે. બપોરે ૨:૩૦ વાગ્યે દરોડો પાડીને એક શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી છકડો રિક્ષા ઝડપી પાડવામાં આવી હતી. આ રિક્ષામાંથી ૧૦૦ કિલો ઘઉં, ૧૫૦ કિલો ચોખા અને બાળભોગના ૨૦ પેકેટ મળી આવ્યા હતા. રિક્ષાચાલક દાદામિયાં હાસમઅલી કાદરીએ કબૂલ્યું હતું કે તેણે આ અનાજનો જથ્થો NFSA રેશનકાર્ડ ધારકો પાસેથી ખરીદ્યો હતો. પુરવઠા વિભાગે આ રિક્ષા સહિત કુલ ₹૫૬,૮૫૦નો મુદ્દામાલ સિઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:57 AM IST)