<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

કચ્છના નિરોણા ડેમમાંથી કૌટુંબિક ભાઈ-બહેનની લાશ મળતાં ચકચાર

બે દિ’ પહેલા ગુમ થયેલા મામાઈ ફઈયાઈ ભાઈ બહેનનો આપઘાત કે અકસ્માત? પોલીસે શરૂ કરી તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  કચ્છના ભુજ તા.ના નિરોણા ડેમમાંથી મામાઈ ફઈયાઈ ભાઈ બહેનની મળેલી લાશે પંથકમાં ચકચાર સર્જી છે. અહીં ડેમના પાણીના વહેણમાં બે લાશ દેખાતા સ્થાનિક ખેડૂતે ગામલોકો અને પોલીસને જાણ કરી હતી. દરમ્યાન આ લાશ ૨૦ વર્ષીય વાલજી રમેશ કોલી અને ૧૫ વર્ષીય સગીરા પાયલબેન કમલેશ કોલીની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. બંને નજીકના ઓરિડા ગામમાં રહેતા હતા અને કૌટુંબિક ભાઈ બહેન હતા. બે દિવસ પહેલા ઘેરથી ગુમ થયેલા આ યુવાન અને સગીર યુવતી એ બંનેની પરિવારજનો શોધખોળ કરતા હતા. લાશ મળી આવ્યા બાદ પોલીસ ચોપડે નોંધાયેલો આ બનાવ આત્મહત્યાનો છે કે અકસ્માત મોતનો છે એ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:09 AM IST)