<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

નરેન્‍દ્રભાઈનો સ્‍વચ્‍છતા અભિયાનનો સંદેશ પહોંચે છે કચ્‍છના મુન્‍દ્રા તાલુકાના ગામે ગામઃ યુવા અગ્રણી જીગર તારાચંદ છેડાનો સ્‍તુત્‍ય પ્રયાસ

જુનાગઢના ધર્મેશ ચુડાસમાની ધરપકડઃ કિશન રાઠોડની શોધખોળ

રાજકોટ, તા. ર૪ : ગોંડલ તાલુકા પોલીસ ૯૦૦ લીટર દેશીદારૂ ભરેલી કાર સાથે જુનાગઢના શખ્‍સને ઝડપલી લીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર એ પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિ નેસ્‍તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પો.ઇન્‍સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્‍સ. એચ.સી. ગોહિલ તથા પો. સબ. ઇન્‍સ. આર.વી. ભીમાણી માણસો સાથે પેટ્રોલીંગમાં હોય દરમ્‍યાન મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં કનૈયા હોટલ સામે આવેલ નિર્માણાધીન ઓવરબ્રીજ પાસેથી જેતપુર ગોંડલ ને.હા. રોડ ઉપરથી દેશીદારૂ લીટર ૯૦૦ એક હુન્‍ડઇ કંપનીની વર્ના કાર તથા મોબાઇલ ફોન સહિત ર.૯૦ લાખના મુદ્દામાલ સાથે (૧) ધર્મેશ દિપકભાઇ ચુડાસમા રહે. જુનાગઢ કામદાર સોસાયટી દાતાર રોડ તા. જી. જુનાગઢને ઝડપી લીધો હતો જયારે કિશન ડાયાભાઇ રાઠોડ રહે. જુનાગઢ મધુરમ વિસ્‍તારનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એલ.સીસબી.ના એ.એસ.આઇ. બાલકુષ્‍ણભઇ ત્રિવેદી, ઇન્‍દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, પો. હેડ કોન્‍સ. ભગીરથસિંહ જાડેજા, મનોજભાઇ બાયલ, પો. કોન્‍સ. મહિપાલસિંહ ચુડાસમા તથા ભાવેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે. (૯.૧૮)

(1:10 PM IST)