News of Wednesday, 24th September 2025
વઢવાણની સાડીની દુકાનમાંથી મહિલાએ ૮થી વધુ ડ્રેસની ઉઠાંતરી કરીઃ કરતૂત CCTVમાં કેદ

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની વારદાતો ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે વઢવાણના હાર્દસમા વિસ્તારમાં સાડીની દુકાનમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. લીંબડી રોડ પર નવા દરવાજા પાસે સાડીની દુકાન આવેલી છે. આ દુકાનનું સંચાલન મહિલા કરે છે. ત્યારે સવારના સમયે દુકાને આવેલી એક મહિલા દુકાન માલીકની નજર ચુકવી ૮થી વધુ પંજાબી ડ્રેસ લઈ ગઈ હતી. દુકાન માલીકને બાદમાં આ અંગે જાણ થતા સીસીટીવીની તપાસ કરતા તે દુકાનની બહારથી રિક્ષામાં બેસી ફરાર થતી નજરે પડી હતી. દુકાન સંચાલક મહિલાએ આ અંગે વઢવાણ પોલીસને પણ જાણ કરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
